મહારાષ્ટ્ર

રાજ ઠાકરેએ ગંગા નદીની સ્વચ્છતા અંગે ઉઠાવ્યા સવાલઃ નિરુપમે કરી ટીકા

પુણે: મહાકુંભ પૂરો થયા પછી હજુ નદીની પવિત્રતાનો મુદ્દો ચર્ચામાં રહે છે, જેના અંગે તાજેતરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ સવાલ ઊઠાવ્યા પછી તેમના નિવેદનને વખોડી નાખ્યું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ તાજેતરમાં ગંગા નદીની સ્વચ્છતા અંગે સવાલો ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે દેશની કોઇ પણ નદી સ્વચ્છ નથી. રાજ ઠાકરે પક્ષના 19મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું.

મનસેના પ્રમુખે જણાવ્યું હતું કે તેમની પાર્ટીના નેતા બાળા નાંદગાંવકર મહાકુંભમાંથી પવિત્ર જળ લાવ્યા હતા, પરંતુ તેમણે તે પીવાની ના પાડી દીધી હતી. રાજ ઠાકરેનું કહેવું હતું કે ‘મેં સોશિયલ મીડિયા પર ગંગા નદીની અવસ્થા વિશે ઘણા વીડિયો જોયા છે. મેં કેટલાક લોકોને નદીમાં ખંજવાળતા અને નહાતા જોયા છે.’ ભારતની કોઈ પણ નદી સ્વચ્છ નહીં હોવાનો દાવો તેમણે કર્યો હતો.

આપણ વાંચો: રાજ ઠાકરે-ઉદ્ધવ ઠાકરેની મુલાકાત: રાજકીય અટકળો તેજ…

‘રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારથી ગંગાની સફાઈ ટૂંક સમયમાં જ થઈ જશે એવા દાવા હું સાંભળતો આવ્યો છું. હવે આ ઢંગધડા વગરની વાતો અવગણવાનો સમય આવી ગયો છે’ એમ ઠાકરેએ ઉમેર્યું હતું.

દરમિયાન રાજ ઠાકરેના નિવેદન અંગે અનેક નેતાઓએ ટીકા કરી હતી. શિવસેનાના નેતા સંજય નિરુપમે પણ રાજ ઠાકરેના નિવેદનને વખોડ્યું હતું. મહાકુંભમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી. અનેક પ્રકારના કષ્ટ પછી પવિત્ર નદીમાં જઈને ડૂબકી લગાવી હતી ત્યારે રાજ ઠાકરે ગંદી થઈ હોવાનું કહીને તેમણે ગંગા નદીનું અપમાન કર્યું હોવાનું જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button