મહારાષ્ટ્ર

મનસે-સેના (યુબીટી) ગઠબંધનની ચર્ચા વચ્ચે રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત

મુંબઈ સહિત રાજ્યની બધી મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે અને તેમાં ભારે સંઘર્ષ થવાની ધારણા વચ્ચે આ બેઠકનું મહત્વ વધી જાય છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના રાજકારણમાં એક આશ્ર્ચર્યજનક ઘટનાક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં મનસેના સ્થાપક-પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.

આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે રાજ અને તેમના અલગ થયેલા પિતરાઈ ભાઈ અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જોડાણ માટે અનૌપચારિક ચર્ચા થઈ રહી હતી. આ બેઠક લગભગ એક કલાક ચાલી હતી.

આપણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં શરૂ થયો રૂમાલ વિવાદ! ભરત ગોગાવલે અને સુનીલ તટકરે આકરા પાણીએ

ફડણવીસ કે રાજ ઠાકરે તરફથી આ બેઠક અંગે કોઈ સત્તાવાર માહિતી મળી ન હતી. ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ જણાવ્યું હતું કે બંને સારા મિત્રો છે અને વિકાસના મુદ્દે કોી વાત કરવા માટે મળ્યા હશે.

‘મીટિંગો થાય છે. જોકે, હાલમાં કોઈ ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે,’ એમ શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદમાં વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું.

આપણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાંથી પવાર અને ઠાકરે બ્રાન્ડ ભૂંસી શકાશે નહીં: રાજ ઠાકરે

ઉદ્ધવ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડી ગઠબંધનના મુખ્ય નેતા છે. મહારાષ્ટ્રમાં વિપક્ષી જૂથ જેને મહા વિકાસ આઘાડી (એમવીએ) તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસની સાથે શિવસેના (યુબીટી) અને શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી)નો સમાવેશ થાય છે.

2024માં લોકસભા ચૂંટણી દરમિયાન રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને સમર્થન આપ્યું હતું અને ઉમેદવારો ઉભા ન રાખવાનો નિર્ણય લીધો હતો, જોકે, તેમણે વિધાનસભા ચૂંટણી સ્વતંત્ર રીતે લડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button