મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડશે રાજ ઠાકરે, ઉદ્ધવ કરાવી રહ્યા છે સર્વે

લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી નથી મળી અને તેણે ઘટક પક્ષોના સમર્થનથી કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવી છે. રાજ્ય વાર પરિસ્થિતિ જોઇએ તો ભાજપને મહારાષ્ટ્રમાં પણ 2019ની સરખામણીમાં સીટોનું ભારે નુક્સાન થયું છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કૉંગ્રેસ અને શરદ પવારની એનસીપીની બનેલી મહાવિકાસ અઘાડી વધારે સીટો લઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાન સભાની ચૂંટણી યોજાશે. એવા સમયે ઉદ્ધવ ઠાકરેનો ઉત્સાહ બુલંદી પર છે. તેઓ રાજ્યમાં એકલા હાથે લડવાની શક્યતાઓ જાણવા માટે સર્વે કરાવી રહ્યા છે, જ્યારે તેમના ભાઇ અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ તો એકલા હાથે વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી છે.

લોકસભાની ચૂંટણી પછી, મહારાષ્ટ્રમાં ઠાકરે બ્રધર્સ (ઉદ્ધવ અને રાજ) આગામી વિધાનસભા ચૂંટણીમાં એકલા લડવાની રણનીતિ નક્કી કરી રહ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણીમાં NDAના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તે પછી તાજેતરમાં તેમણે મુંબઈમાં પાર્ટીની બેઠક બોલાવી હતી અને વિધાનસભા ચૂંટણીમાં 200થી 225 બેઠકો પર લડવાની જાહેરાત કરી. બીજી તરફ, UBT સેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ મહારાષ્ટ્રમાં વિધાનસભા મુજબના ઉમેદવારોની સ્ક્રીનિંગ શરૂ કરી દીધી છે. તેનો અર્થ એ કે તેઓ સમગ્ર રાજ્યમાં ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છે.

આ પણ વાંચો : મોદી ન હોત તો અયોધ્યામાં રામ મંદિર બન્યું ન હોત: રાજ ઠાકરે

લોકસભા ચૂંટણીના પરિણામોએ ઉદ્ધવ ઠાકરેનું મનોબળ પણ વધાર્યું છે. તાજેતરમાં, સેના ભવનમાં યોજાયેલી બેઠકમાં, ઉદ્ધવ ઠાકરેએ રાજ્યભરના તેમના તમામ ‘સંપર્ક પ્રમુખો’ (સંચાર વડાઓ) ને એક અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. સંપર્ક પ્રમુખોને પૂછવામાં આવ્યું છે કે જો તેઓ લોકસભાના પરિણામોના આધારે સાથી પક્ષો કે અપક્ષો સાથે વિધાનસભાની ચૂંટણી લડે તો શું થશે? એ જ રીતે, ઉદ્ધવે એ પણ રિપોર્ટ માંગ્યો છે કે શું તેમના પોતાના ઉમેદવારના અધિકારીઓ અને સાથી પક્ષના ઉમેદવારે લોકસભા ચૂંટણીમાં સાથે કામ કર્યું હતું. આ રિપોર્ટનો જવાબ આવ્યા બાદ તેઓ યોગ્ય નિર્ણય લેશે, એમ જાણવા મળ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા