રાયગડ કિલ્લાને ‘પ્રેરણાના સ્થળ’માં પરિવર્તિત કરવામાં આવશે: અમિત શાહ
‘ધોરણ સાતથી બારમીના વિદ્યાર્થીઓએ પ્રેરણા મેળવવા માટે અહીં આવવું જોઈએ,’ શાહે શિવાજીના જીવન અને સમયનો ઉલ્લેખ કરતા કહ્યું.

રાયગઢ: રાયગડ કિલ્લો, જ્યાં પ્રતિષ્ઠિત મરાઠા યોદ્ધા-રાજા છત્રપતિ શિવાજી મહારાજે ‘હિંદવી-સ્વરાજ્ય’નો પાયો નાખ્યો હતો, તેને બાળકોમાં રાષ્ટ્ર નિર્માણ મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ‘પ્રેરણાના સ્થળ’માં પરિવર્તિત કરવામાં આવશે, એમ જણાવતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, ‘રાયગડ કિલ્લો માત્ર પર્યટનનું સ્થળ નથી… તે પ્રેરણાનું સ્થળ છે… કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર રાયગડ કિલ્લાને પ્રેરણાના સ્થળ તરીકે પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે.’
‘ધોરણ સાતમીથી 12મીના વિદ્યાર્થીઓએ પ્રેરણા મેળવવા માટે અહીં આવવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.
‘છત્રપતિ શિવાજી મહારાજનો અર્થ નિશ્ર્ચય, સમર્પણ, બલિદાન… છત્રપતિ શિવાજી મહારાજનો અર્થ બહાદુરી, આત્મસન્માન અને સ્વતંત્રતાની શાશ્ર્વત ઇચ્છા છે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: પોતાને આલમગીર કહેવડાવનારા ઔરંગઝેબને પરાજય બાદ મહારાષ્ટ્રમાં દફનાવવામાં આવ્યો: અમિત શાહ
‘શિવાજી મહારાજ દ્વારા બનાવેલી ચેતના હિન્દુ સ્વાભિમાન (સ્વાભિમાન) ની વાહક બની. આજે હિન્દુ સ્વરાજનો સંકલ્પ એટલો મજબૂત બની ગયો છે કે દેશ એવો સંકલ્પ લઈ શકે છે કે જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે ભારત વિશ્ર્વમાં પ્રથમ ક્રમે આવશે,’ એમ તેમણે કહ્યું હતું.
‘શિવાજી મહારાજનો છેલ્લો સંદેશ સ્વરાજ, સ્વધર્મ અને સ્વભાષાના મિશનને આગળ ધપાવવાનો હતો… આ ક્યારેય બંધ ન થવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ લડાઈ ચાલુ છે. ‘મોદી સમગ્ર વિશ્ર્વમાં ભારતને ગૌરવપૂર્ણ સ્થાન આપવા માટે કામ કરી રહ્યા છે,’