રાહુલ ગાંધીની ‘लाल किताब’ પર હંગામો, ભાજપે કહ્યું- માત્ર કોરો કાગળ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય તાપમાન ઊંચુ છે. દરેક પક્ષોએ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. દરમિયાન, 6 નવેમ્બરે રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમણે નાગપુરમાં બંધારણ બચાવવા માટે સંમેલનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ સંમેલનમાં લાલ કિતાબ લહેરાવી હતી. હવે ભાજપે આ અંગે મોટો દાવો કર્યો છે.
Also read: Election: મુંબઈ, થાણે, કોંકણ, વિદર્ભ, પશ્ચિમ-ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડમાં કોનો દબદબો?
ભાજપે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે આ વીડિયો નાગપુરમાં બંધારણ બચાવો સંમેલનનો છે અને રાહુલ ગાંધી જે બંધારણનું લાલ પુસ્તક લઈને આવ્યા હતા તે સંપૂર્ણ રીતે કોરું હતું, એટલે કે પુસ્તકની અંદર કંઈપણ લખવામાં આવ્યું ન હતું.
ભાજપે આ બંધારણના ખાલી પુસ્તકને બાબા સાહેબ આંબેડકરના બંધારણના પુસ્તકનું અપમાન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે રાહુલ ગાંધી એક તરફ બંધારણ બચાવવાની વાત કરે છે. બીજી તરફ તેઓ બંધારણની કોરી ચોપડી લઈને ફરે છે અને અનામત ખતમ કરવાની વાત કરે છે.
Also read: ભાજપ ઉમેદવાર પરાગ શાહનો થયો અકસ્માત, ડોક્ટરે ઘરે જ રહેવાની સલાહ આપી
નોંધનીય છે કે રાહુલ ગાંધી મહારાષ્ટ્રના મેદાનમાં લોકસભાની ચૂંટણીમાં ચલાવેલી બંધારણના ખતરામાં હોવાની વાતને લઇને જ આગળ વધવા માગે છે. તેમણે નાગપુરથી મહારાષ્ટ્રમાં પ્રચારની શરૂઆત કરી છે. તેઓ પહેલા દિક્ષા ભૂમિ પહોંચ્યા હતા, જ્યા બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. રાહુલ ગાંધીએ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેઓ બંધારણીય પરિષદને સંબોધિત કરવા આવ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં રાહુલે ‘બંધારણ ખતરામાં છે’ની વાત કરી હતી, જેનો ચૂંટણીમાં I N D I ગઠબંધનને ફાયદો પણ થયો હતો. હવે વિધાન સભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી ‘બંધારણ ખતરામાં છે’ની વાત કરી મેદાનમાં ઉતર્યા છે. તેમણે બંધારણના મુદ્દે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર સીધા પ્રહારો કર્યા છે.
Also read: બેરોજગાર યુવાનોના બેંક ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની લેવડદેવડ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીની નાગપુર મુલાકાત પર ઝાટકણી કાઢી હતી. તેમણે રાહુલ ગાંધીની આ મુલાકાતને નક્સલવાદ સાથે જોડી હતી. જોકે, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે રાહુલ ગાંધી દેશને એક કરવા અને બંધારણની રક્ષા કરવાનું કામ કરી રહ્યા છે અને તેનાથી જ ભાજપ પરેશાન છે. અમે દેવેન્દ્ર ફડણવીસના નિવેદનનો વિરોધ કરીએ છીએ.