મહારાષ્ટ્ર

પુણેમાં યુવા સેનાના નેતાની કાર પર ગોળીબાર

પુણે: પુણેમાં શિવસેનાની યુવા પાંખ યુવા સેનાના નેતાની કાર પર અજાણ્યા શખસોએ ગોળીબાર કર્યો હોવાની ઘટના સોમવારે મોડી રાતે બની હતી.

યુવા સેનાના નેતા નીલેશ ઘારે સોમવારે મોડી રાતે વારજે વિસ્તારમાં કારમાંથી ઊતર્યા બાદ પોતાની ઓફિસમાં પ્રવેશ્યા બાદ તેમની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: UP અને મુંબઇ સહિત અનેક સ્થળોએ નમાઝ બાદ તણાવ; મેરઠમાં ગોળીબાર….

પ્રાથમિક માહિતી અનુસાર બે અજાણ્યા શખસ મોટરસાઇકલ પર આવ્યા હતા અને તેમાંથી એક શખસે નીલેશ ઘારેની કાર પર ગોળીબાર કર્યો હતો. બંને શખસ બાદમાં ત્યાંથી પલાયન થઇ ગયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને આ પ્રકરણે તપાસ આદરી હતી. પોલીસ ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે.

(પીટીઆઇ)

સંબંધિત લેખો

Back to top button