Pune Rape Case: પુણે રેપ કેસના આરોપીની ધરપકડ, પોલીસે શેરડીના ખેતરમાંથી પકડી પાડ્યો

પુણે: સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મ્યુનિસિપલ બસમાં 26 વર્ષીય મહિલા પર બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી (Pune Bus Rape Case) ગઈ હતી. આરોપીની ઓળખ દત્તાત્રેય ગાડે તરીકે થઇ હતી, પુણે પોલીસે ગત મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યા અરસામાં આરોપીને તેના વતન ગામ પાસે આવેલા શેરડીના ખેતરોમાંથી પકડી પાડ્યો હતો.
પોલીસે આરોપીને પકડવા તપાસ માટે 13 ટીમો બનાવી હતી. આરોપીને શોધવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. અંતે પોલીસને સફળતા હાથ લાગી છે. પુણે પોલીસના અધિકારીને જણાવ્યા અનુસાર, આરોપી છેલ્લા બે દિવસથી તેના ગામમાં છુપાયેલો હતો.
Also read: બદલાપુર રેપ કેસના આરોપીનું એન્કાઉન્ટરઃ હવે ભાજપે પણ આપી પ્રતિક્રિયા…
સર્ચ ઓપરેશન:
પુણે રેપ કેસનો આરોપી દત્તાત્રેય ગાડે મંગળવારે ઘટના બન્યા બાદથી ફરાર હતો. પુણે પોલીસે ગઈ કાલે આરોપીના વતન ગામ ગુનાતમાં શેરડીના ખેતરોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસને શંકા હતી કે તે શેરડીના ખેતરમાં છુપાયેલો હશે. ગુરુવારે આ સર્ચ ઓપરેશન માટે વરિષ્ઠ અધિકારીઓ સહિત 100 થી વધુ પોલીસકર્મીઓ ગુનાત પહોંચ્યા હતા, જેમાં સ્નિફર ડોગ્સ અને ડ્રોનની મદદ લેવામાં આવી હતી.
આ ઘટના બાદ, મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આસિસ્ટન્ટ ટ્રાન્સપોર્ટ સુપ્રિટેંડેંટ અને બસ ડેપો મેનેજર સામે વિભાગીય તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જો તેઓ દોષિત ઠરશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. તેમણે બસ ડેપોમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓને હટાવવાનો પણ નિર્દેશ આપ્યો.