પુણે પોલીસે ભાગેડુ ગેંગસ્ટર ઘાયવડને ડિપોર્ટ કરવા યુકેની મદદ માગી | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

પુણે પોલીસે ભાગેડુ ગેંગસ્ટર ઘાયવડને ડિપોર્ટ કરવા યુકેની મદદ માગી

પુણે: પુણે સ્થિત ગેંગસ્ટર નીલેશ ઘાયવડે ગેરકાયદે પાસપોર્ટ મેળવ્યો છે અને હાલ તે યનાઇટેડ કિંગડમમાં છે, એવી પુણે પોલીસને શંકા છે. આથી પોલીસે બ્રિટિશ હાઇ કમિશનને પત્ર લખીને ઘાયવડની અટકાયત અને તેને ડિપોર્ટ કરવાની માગણી કરી છે.

હત્યા અને ખંડણી સહિત અનેક ગુનામાં વોન્ટેડ ઘાયવડ યુકે ગયો છે, કારણ કે તેનો પુત્ર પણ ત્યાં રહે છે, એવું પોલીસનું માનવું છે.

આપણ વાચો: ગેરકાયદે રહેતો અફઘાન નાગરિક બનાવટી પાસપોર્ટ સાથે પકડાયો…

ઘાયવડ ગાયબ થયાના થોડા દિવસ અગાઉ તેના સાગરીતોએ કોથરુડ વિસ્તારમાં 18 સપ્ટેમ્બરે રોડ રેજની ઘટના બાદ એક વ્યક્તિને ગોળી મારી હતી. આ ઘટના બાદ ઘાયવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઘાયવડ ભાગી છૂટ્યા બાદ પુણે પોલીસે તેની સામે ગેરકાયદે પાસપોર્ટ મેળવવા સહિત અનેક કેસ દાખલ કર્યા હતા.
‘અમારું માનવું છે કે ઘાયવડ યુકે ગયો છે, કારણ કે તેનો પુત્ર ત્યાં રહે છે.

અમે ભારતમાં બ્રિટિશ હાઇ કમિશનને પત્ર લખીને ઘાયવડે કેવી રીતે વિઝા મેળવ્યા, યુકેમાં તે કેટલા સમયથી રહે છે, તેણે કયા પ્રકારના વિઝા મેળવ્યા અને પરમિટની એક્સપાયરી ડૅટ વિશે માહિતી માગી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button