મહારાષ્ટ્ર

Viral Video: પોલીસ ભરતી દરમિયાન ગેટ તૂટી પડ્યો, ‘નાસભાગ’નો દાવો ફગાવ્યો

પુણેઃ રાજ્યમાં બેરોજગારી દિવસે-દિવસે વધી રહી છે. શૈક્ષણિક લાયકાત મુજબ નોકરી નહીં મળતા બેરોજગારો જ્યાં પણ મળે ત્યાં અરજી કરીને પોતાની બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવે છે. ઘણી વાર એવું પણ બહાર આવ્યું છે કે ૫૦,૦૦૦ ઉમેદવાર ૧૦૦-૧૫૦ બેઠકો માટે અરજી કરે છે. બેરોજગારીનું આ નિરાશાજનક દ્રશ્ય દર્શાવતો આવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો, જેમાં ‘નાસભાગ’ થયાનો પોલીસે દાવો ફગાવ્યો હતો.

મંગળવારે પુણેના શિવાજીનગર સ્થિત પોલીસ મુખ્યાલયમાં પોલીસ ભરતી હતી. આ પોલીસ ભરતી ૨૯ જાન્યુઆરીથી શરૂ થઈ છે અને મહિલા ઉમેદવારો માટેની ભરતી પ્રક્રિયા ગઈ કાલથી શરૂ થઈ ગઈ છે.

પુણેમાં ૫૩૧ જેલ મહિલા પોલીસ પદો માટે ભરતી ચાલી રહી છે. આ માટે, ત્રણ હજારથી વધુ મહિલા ઉમેદવારો આવ્યા હતા. તે સમયે દરવાજો તૂટી ગયો, પરિણામે ગેટ પાસે ઊભેલી મહિલા ઉમેદવારો પડી ગઈ હતી. કેટલીક મહિલા ઉમેદવારો ઘાયલ થઈ હોવાનું કહેવાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અહીં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, ડેપ્યુટી પોલીસ કમિશનર સંદીપ ભાજીભાકરેએ આ દાવાને ફગાવી દીધો છે.

આ પણ વાંચો: પોલીસ ભરતી: પ્રતિબંધિત દવા લેવા બદલ યુવક સામે ગુનો

સંદીપ ભાજીભાકરેએ આ અંગે જણાવ્યું હતું કે, “પોલીસ ભરતી પ્રક્રિયા દોઢ મહિનાથી એટલે કે ૨૯ જાન્યુઆરીથી ચાલી રહી છે. શરૂઆતમાં ૫૦૦થી ૧૦૦૦ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. બાદમાં ૧૫૦૦ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.

હાલમાં વિદ્યાર્થીઓની શારીરિક કસોટી ચાલી રહી છે. અહીં પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. મહિલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા ગઈ કાલથી શરૂ થઈ છે. તેમના વાલીઓ તેમની સાથે આવ્યા હતા. આ કારણે સવારે ૪.૩૦ વાગ્યે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ભરતી પ્રક્રિયા શિસ્તબદ્ધ રીતે શરૂ થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button