આમચી મુંબઈ
પોલીસ ભરતી: પ્રતિબંધિત દવા લેવા બદલ યુવક સામે ગુનો
થાણે: મહારાષ્ટ્ર પોલીસ ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારા સાતારાના 19 વર્ષના યુવક પર પ્રતિબંધિત દવા લેવાના આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
યુવકની ઓળખ સાહિલ સાનપ તરીકે થઇ હોઇ તે સાતારા જિલ્લાના ખટાવનો રહેવાસી છે અને તેણે થાણેના સાકેત મેદાનમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો, એમ રાબોડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
12 જુલાઇએ સાહિલ ફિલ્ટ ટેસ્ટ માટે જઇ રહ્યો હતો ત્યારે જાણવા મળ્યું હતું કે તેણે ટૅબ ડેફકોર્ટ 6જીએમ દવા લીધી હતી, જે પોલીસ ભરતી પ્રક્રિયાના નિયમોથી વિરુદ્ધ છે. સાહિલની હજી ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો : આઇએએસ ઓફિસર પૂજા ખેડકર વાપરી રહેલી લક્ઝરી કાર પોલીસે જપ્ત કરી
સાહિલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)