પુણેમાં ભાજપના પદાધિકારી સહિત સાતજુગાર રમતાં ઝડપાયા: પક્ષમાંથી પાણીચું...

પુણેમાં ભાજપના પદાધિકારી સહિત સાતજુગાર રમતાં ઝડપાયા: પક્ષમાંથી પાણીચું…

પુણે: ભાજપના સ્થાનિક પદાધિકારી સહિત સાત જણની જુગાર રમવા બદલ પુણે પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે સોમવારે કરેલી કાર્યવાહી બાદ પક્ષના પાર્વતી એકમ સાથે સંકળાયેલા ઔદુંબર કાંબળેને બરતરફ કરવામાં આવ્યા હોવાનું ભાજપના શહેર એકમ પ્રમુખે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ પુણેના ધાનકવાડી વિસ્તારમાં પતરાની શેડમાં જુગાર રમવામાં આવતો હોવાની માહિતી મળી હતી. માહિતીને આધારે સોમવારની બપોરે રેઈડ કરવામાં આવી હતી. શેડમાં અમુક લોકો પત્તાં અને અન્ય જુગાર રમતા મળી આવ્યા હતા.

પોલીસે ઔદુંબર કાંબળે, રોહન લોંઢે, બાપુ પટોળે, સાગર અડાગળે, યુવરાજ સૂર્યવંશી, મંગેશ શેલાર અને સંગ્રામ ભોસલેને કથિત જુગાર રમવા બદલ પકડી પાડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. દરોડા દરમિયાન રોકડ અને મોબાઈલ ફોન્સ મળી અંદાજે 2.20 લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી.

સાતેય જણ વિરુદ્ધ મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઑફ ગૅમ્બલિંગ ઍક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ભાજપના શહેર એકમના પ્રમુખ ધીરજ ઘાટેએ જણાવ્યું હતું કે કાંબળેની તાજેતરમાં પુણેમાં ભાજપના પાર્વવતી એકમના સેક્રેટરી તરીકે નિયુક્તિ કરાઈ હતી. પોલીસ કાર્યવાહી પછી તેને બરતરફ કરવામાં આવ્યો હતો. પક્ષ કોઈ પણ પદાધિકારીનું આવું વર્તન ચલાવી નહીં લે, એમ પણ ઘાટેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

આ પણ વાંચો…પુણે પાર્ટી પર રેઇડના વીડિયો પોલીસે લીક નથી કર્યા: પોલીસ કમિશનર

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button