મહારાષ્ટ્ર

સોશિયલ મીડિયાની તાકાતઃ વીડિયો વાયરલ થતાં આરોપીની થઈ ધરપકડ

પુણેઃ સોશિયલ મીડિયાનો જો સાચો અને વિવેકબુદ્ધિ સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક પ્લેટફોર્મ છે. ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મદદ મળે છે અને ન્યાય પણ મળે છે. આવી જ ઘટના ઘટી છે મહારાષ્ટ્રના પિમ્પરી ચિંચવડમાં. અહીં આવેલી એક કોરિયન બ્લોગરનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં સ્થાનિક યુવકએ તેની સાથે છેડછાડ કરી હોવાનું જણાતું હતું.

વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સનો રોષ ઊભરાઈ આવ્યો હતો. આ વાતને ધ્યાનમાં લઈ પિમ્પરી-ચિંચવડ પોલીસએ તે યુવકની ધરપકડ કરી હોવાના અહેવાલો છે.
પોલીસે જણાવ્યું કે પૂણેમાં દક્ષિણ કોરિયન બ્લોગરને હેરાન કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના થોડા દિવસો પહેલા બની હતી, જ્યારે કેલી નામની દક્ષિણ કોરિયન બ્લોગર પુણેના પિંપરી ચિંચવાડના રાવેત વિસ્તારમાં વીડિયો રેકોર્ડ કરી રહી હતી ત્યારે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.


પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ થયા બાદ ધરપકડ કરવામાં આવી છે. વિડિયોમાં એક વ્યક્તિ કોરિયન બ્લોગર કેલીના ગળામાં હાથ મૂકીને અયોગ્ય વર્તન કરતો જોઈ શકાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, વાઈરલ વીડિયોને ધ્યાનમાં લેતા, પિંપરી ચિંચવડ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પિંપરી ચિંચવડના રાવેત વિસ્તારમાંથી વ્યક્તિને શોધી કાઢ્યો હતો અને મંગળવારે તેની ધરપકડ કરી હતી.


પોલીસે તેની સામે આઈપીસીની કલમ 354 અને 294 હેઠળ એફઆઈઆર નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
વીડિયોમાં કેલી સ્થાનિક દુકાનમાં દુકાનદારો અને ગ્રાહકો સાથે નારિયેળ પાણી પીતી વખતે ગપસપ કરતી જોઈ શકાય છે. અચાનક, એક માણસ આવે છે અને તેણીના ગળામાં હાથ મૂકીને તેણીને પકડી રાખે છે. શરૂઆતમાં તો બ્લોગર તરીકે હસતી દેખાતી કેલી પછીથી ત્યાંથી ઝડપથી નીકળવાનું કહેતી જોવા મળે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત