મહારાષ્ટ્ર

પુણેના ત્રણ તાલુકાઓમાં મે મહિનામાં 50 વર્ષનો અભૂતપૂર્વ વરસાદ: ડેપ્યુટી સીએમ અજિત પવાર

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે પુણે જિલ્લાના બારામતી તાલુકાની મુલાકાત લીધી હતી અને વરસાદનો અહેવાલ લીધો હતો, જે તેમણે મે મહિનામાં છેલ્લા પચાસ વર્ષનો ‘અભૂતપૂર્વ’ હોવાનું જણાવ્યું હતું.

રવિવારે બારામતી, ઇન્દાપુર અને દૌંડ તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) જિલ્લા કલેક્ટરની તાત્કાલિક વિનંતી પર બે વિશેષ ટીમો તૈનાત કરી હતી. કલેક્ટર જિતેન્દ્ર ડુડી સાથે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરતી વખતે પવારે જણાવ્યું હતું કે, ત્રણ તાલુકાઓમાં મે મહિનામાં નોંધાયેલો વરસાદ છેલ્લા 50 વર્ષમાં અભૂતપૂર્વ છે.

આ પણ વાંચો: મુંબઈમાં સાંબેલાધાર વરસાદ, જનજીવન ઠપ્પ…

‘આ ત્રણેય તાલુકાઓમાં ચોમાસાની આખી ઋતુમાં સરેરાશ 14 ઇંચ વરસાદ પડ્યો હતો, પરંતુ ગઈકાલે ઇન્દાપુર તાલુકાના શેતફળગઢેમાં થોડા કલાકોમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ અને પછી બારામતી તાલુકાના નિમટેક નજીક નીરા નહેરમાં ભંગાણને કારણે આ વિનાશ સર્જાયો હતો. વેધશાળાએ 28 મેના રોજ રેડ એલર્ટ જારી કર્યું છે,’ એમ પવારે જણાવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન, ટીમ પાક અને ઘરોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે, એમ એનસીપીના નેતાએ ઉમેર્યું હતું. સામાન્ય રીતે ઇન્દાપુર, દૌંડ અને બારામતી તાલુકાઓને વરસાદની અછતના પ્રદેશ માનવામાં આવે છે. રવિવારે સાંજે ઇન્દાપુરના 70 ગામોના અનેક ઘરોમાં તેમજ બારામતીના 150 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેના કારણે સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી, એમ પોલીસ અને જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: કેરળ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી, જાણો અન્ય રાજ્યોનું હવામાન…

ઇન્દાપુર નજીક પુણે-સોલાપુર હાઇવેનો એક ભાગ પાણી ભરાવાના કારણે લગભગ બે કલાક સુધી બંધ રહ્યો હતો પરંતુ પાણી ઓસર્યા પછી વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો. રવિવારે મોડી સાંજે જારી કરાયેલા એક પ્રકાશનમાં, એનડીઆરએફે જણાવ્યું હતું કે તેણે બારામતી અને ઇન્દાપુરમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે બે વિશેષ ટીમો તૈનાત કરી હતી. “બારામતીમાં, 19 ઘરોને આંશિક નુકસાન થયું હતું. કાટેવાડીમાં, પાણી ભરાયેલા ઘરમાં ફસાયેલા સાત લોકોના પરિવારને સ્થાનિકો અને અધિકારીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. જલોચી ગામમાં, રૂપેશ સિંહ નામના વ્યક્તિ, જેનું મોટરસાઇકલ વહી ગયા બાદ નદીમાં ફસાયું હતું, તેને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો,’ એમ તેમાં ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button