પુણેમાં આઇટી પ્રોફેશનલે 21મા માળેથી લગાવી મોતની છલાંગ | મુંબઈ સમાચાર

પુણેમાં આઇટી પ્રોફેશનલે 21મા માળેથી લગાવી મોતની છલાંગ

પુણે: પુણેમાં પચીસ વર્ષની આઇટી પ્રોફેશનલે રહેણાક ઇમારતના 21મા માળેથી ઝંપલાવી આયખું ટૂંકાવ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.

મૃતકની ઓળખ અભિલાષા ભાઉસાહેબ કોથિંબિરે તરીકે થઇ હોઇ તેણે હિંજેવાડી વિસ્તારમાં 31 મેના રોજ અંતિમ પગલું ભર્યું હતું અને પોલીસે બુધવારે રાતે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી.

આપણ વાંચો: અમદાવાદના રેડિયોલોજિસ્ટે ન્યારી ડેમમાં ઝંપલાવીને ભર્યું અંતિમ પગલું…

અભિલાષા મળસકે ટૂ-વ્હીલર પર નીકળી હતી અને ક્રાઉન ગ્રીન સોસાયટીમાં પહોંચી હતી. બાદમાં તે 21મા માળે મિત્રના ઘરે ગઇ હતી અને ત્યાંથી તેણે નીચે ઝંપલાવ્યું હતું.

અભિલાષાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી.
દરમિયાન બનાવની જાણ થતાં પિંપરી-ચિંચવડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

લીસને ત્યાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે ‘મારું જીવવાનું પૂરું થઇ ગયું છે. હવે મારે જીવવું નથી.’ સુસાઇડ નોટમાં તેણે પોતાના અંતિમ પગલા માટે પરિવારજનો અને મિત્રોની માફી પણ માગી હતી. (પીટીઆઇ)

Back to top button