મહારાષ્ટ્ર

પુણેમાં પત્નીની શોધમાં નિષ્ફળતા મળતા પતિએ ફેસબુક લાઈવ કરી આત્મહત્યા કરી

મુંબઈ/પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં મૂળ મધ્ય પ્રદેશના યુવકે પત્ની ગુમ થયાની ફરિયાદ પછી પોલીસ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા ફેસબુક લાઈવ કરીને આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મૃતક મૂળ મધ્ય પ્રદેશના જબલપુરનો રહેવાસી છે, જ્યારે રોજરોટી અર્થે પુણેમાં વસવાટ કર્યો હતો. જોકે, મૃતકની પત્ની ગુમ હતી, પરંતુ એની ફરિયાદ પછી પણ પોલીસે કોઈ પ્રયાસ કર્યો નહોતો. આ જ કારણથી કંટાળીને ફેસબુક લાઈવ કરીને આપઘાત કરી લીધો છે. ફેસબુક લાઈવ વખતે સ્થાનિક લોકો અને પોલીસ પ્રશાસન દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એના પહેલા જ તેને બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી દીધી હતી.

વાઈરલ વીડિયો ગુરુવાર સાંજનો છે. મૃતકની ઓળખ કેશરી પ્રસાદ સાહુ તરીકે કરવામાં આવી છે, જે ભોસરીનો રહેવાસી હતો, જ્યારે મૂળ મધ્ય પ્રદેશના જબલપુરનો છે. પોલીસના જણાવ્યાનુસાર સાહુ ગુરુવારે બપોરે ઈમારત પર ચઢી ગયો હતો અને ઈમારત પરથી કૂદકો મારીને જીવ ગુમાવ્યો હતો. આ બનાવની પોલીસને જાણ થયા પછી ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા ચોંકાવનારી માહિતી મળી હતી.

માહિતી મળ્યા પછી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશન વખતે સાહુએ પોતાની પત્ની સાથે વાત કરાવવાની માગણી કરી હતી અને તેની વ્યવસ્થા પણ કરી હતી. જોકે, એ વ્યવસ્થા વખતે જ યુવકે અચાનક બિલ્ડિંગ પરથી ઝંપલાવી દીધું હતું. વાયરલ વીડિયો અને તસવીરોમાં જોવા મળ્યું હતું કે પોલીસ કર્મચારી બારીના આશરે ઈમારત પર ચઢતો જોવા મળ્યો હતો, પરંતુ એને જોઈને એ યુવક કિનારી પર જઈને કૂદકો મારી દીધો હતો.

પોલીસને ઘટનાસ્થળેથી ચાર પાનાની સ્યુસાઈડ નોટ મળી છે. નોટમાં સાહુએ લખ્યું છે કે પત્ની ગુમ થયા પછી પોલીસે પર્યાપ્ત મદદ કરી નહોતી. પતિએ એવી પણ શંકા વ્યક્ત કરી છે કે તેને કોઈ ફોસલાવીને લઈ ગઈ છે. એની સાથે એવો પણ દાવો કર્યો છે કે પત્નીને શોધવા માટે પોલીસની મદદ માગી હતી, પરંતુ સંતોષજનક સહકાર મળ્યો નહોતો. નોટમાં પત્ની અને દીકરી માટે ભાવુક વાતો લખી છે. અંતિમસંસ્કાર માટે અંગે પણ અમુક સલાહ આપી હતી. પોલીસ તમામ બાબતને વણી લઈને તપાસ હાથ ધરી છે. આ કેસમાં એડીઆર નોંધીને તપાસ શરુ કરી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો:  મહારાષ્ટ્રની આ જગ્યા છે સ્ટ્રોબેરી કેપિટલ, દેશના કુલ ઉત્પાદનના 80 ટકા ઉત્પાદન થાય છે અહીં…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button