મહારાષ્ટ્ર

પુણેમાં ટ્રકમાંથી કાચ ઉતારતી વખતે અકસ્માત: ચાર મજૂરના મોત, ત્રણ ઘાયલ

પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરમાં રવિવારે એક ગ્લાસ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ટ્રકમાંથી કાચનો સામાન ઉતારતી વખતે પડી ગયો. જેના કારણે ૪ મજૂરના મોત થયા હતા અને ૩ મજૂર ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટના કાત્રજ વિસ્તારના યેવલેવાડી સ્થિત એક ગ્લાસ યુનિટની હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યાં બપોરે ૧.૩૦ વાગ્યાના સુમારે ટ્રકમાંથી કાચની વસ્તુઓ ઉતારતી વખતે મોટો અકસ્માત સર્જાયો હતો. આ ઘટના અંગે માહિતી આપતા ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી હતી કે કાત્રજ વિસ્તારમાં સ્થિત એક ગ્લાસ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કાચનો સ્ટોક ઉતારતી વખતે છથી સાત જેટલા કામદાર ફસાયા હતા. ફાયર કર્મચારીઓને એક ટીમ સ્થળ પર હાજર હતી, જેના મારફત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : Express ટ્રેનમાં રાજ ઠાકરેને આ બાળકે કહ્યું ‘જય મહારાષ્ટ્ર’, અને પછી…

ફાયર ફાઈટરોએ ઈજાગ્રસ્ત થયેલા ૭ કામદારોને બચાવીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, તેમાંથી ચારના મોત થયા હતા જ્યારે ત્રણ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ ઘટનાસ્થળે છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button