પુણેનો ગેન્ગસ્ટર પાસપોર્ટ મેળવીને વિદેશ જતો રહ્યો: પોલીસે તપાસ શરૂ કરી...
મહારાષ્ટ્ર

પુણેનો ગેન્ગસ્ટર પાસપોર્ટ મેળવીને વિદેશ જતો રહ્યો: પોલીસે તપાસ શરૂ કરી…

પુણે: પુણેનો ગેન્ગસ્ટર નીલેશ ઘાયવડ અનેક ગંભીર કેસનો સામનો કરી રહ્યો હોવા છતાં વિદેશ જવા માટે પાસપોર્ટ અને વિઝા મેળવવામાં સફળ રહ્યો હતો, જેને કારણે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઘાયવડ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યું છે અને તે હાલ વિદેશમાં હોવાનું માનવામાં આવે છે.

રોડ રેજના કેસમાં ઘાયવડ નવા આરોપનો સામનો કરી રહ્યો છે, જેમાં તેના પાંચથી છ સાથીદારોએ પુણેમાં એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું. પુણે પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઘાયવડ વિરુદ્ધ અમે લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે અને અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘાયવડ વિરુદ્ધ અનેક ગંભીર ગુના દાખલ હોવા છતાં (મોટા ભાગના પુણેમાં) તેણે પાસપોર્ટ કેવી રીતે મેળવ્યો.

pune gangster nilesh ghaywal

ગેન્ગસ્ટરે પ્રવાસનો મુખ્ય દસ્તાવેજ ગેરકાયદે મેળવ્યો હોઇ શકે છે, કારણ કે અહિલ્યાનગરની પોલીસે તેના સરનામાની ચકાસણીમાં નકારાત્મક ટિપ્પણી આપી છે. અહિલ્યાનગરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સોમનાથ ઘારગેએ જણાવ્યું હતું કે શહેરના માલિવાડા રોડ પર આનંદી બઝાર ખાતેના ગૌરી ઘુમટ વિસ્તારના રહેવાસી નીલેશ બંસીલાલ ઘાયવડે પુણે રિજનલ પાસપોર્ટ ઓફિસમાં ‘તત્કાલ’ પાસપોર્ટ (ફાસ્ટ-ટ્રેક સર્વિસ) માટે અરજી કરી હતી.

પાસપોર્ટ માટેની અરજીની ચકાસણી દરમિયાન કોતવાલી પોલીસ સ્ટેશન (અહિલ્યાનગર)ને તે જણાવેલા સરનામે રહેતો મળ્યો નહોતો. આથી પોલીસે નકારાત્મક ટિપ્પણી પાસપોર્ટ ઓફિસને મોકલી આપી હતી. 40 વર્ષની વયના ઘાયવડ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી જેવા અનેક ગંભીર ગુના દાખલ છે.

આ મહિનાની શરૂઆતમાં ઘાયવડની ટોળકીના સભ્યોએ પુણેના કોથરુડ વિસ્તારમાં રોડ રેજની ઘટનામાં 36 વર્ષના યુવક પર ગોળીબાર કર્યો હતો અન ટીનેજર પર હુમલો કર્યો હતો. (પીટીઆઇ)

આ પણ વાંચો…ટ્રમ્પથી ડરીને બોગસ પાસપોર્ટ બનાવીને ભારત આવેલો મહેસાણાનો યુવક ઝડપાઈ ગયો

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button