પુણે ગેગરેપ કેસ, પોલીસે આરોપીઓના સ્કેચ, સીસીટીવી ફૂટેજ જારી કર્યા

પુણેઃ પુણેમાં આપણે દરરોજ મહિલાઓ અને છોકરીઓ સામે હિંસાના કિસ્સાઓ જાણવા મળે છે. હાલમાં પુણેના બોપદેવ ઘાટમાં 3 ઓક્ટોબરે એક યુવતી પર સામૂહિક બળાત્કારનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેને કારણે લોકો કહે છે કે આ વિસ્તાર મહિલાઓ અને છોકરીઓમાટે સુરક્ષિત નથી. હવે આ કેસમાં એક મોટું અપડેટ આવ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. આ ફૂટેજમાં ત્રણ યુવકો નજરે પડે છે અને તેમની પાસે એક બાઇક જોવા મળે છે. આ ફૂટેજ ઘટના પહેલાના છે કે ઘટના પછીના? આ માહિતી હજુ સુધી મળી નથી.
ઘટનાની વિગત મુજબ યુવતી તેના એક મિત્ર સાથે બોપદેવ ઘાટ વિસ્તારમાં ફરવા ગઇ હતી. તે સમયે ત્રણ અજાણ્યા યુવકોએ ત્યાં આવીને ફરવા આવેલા છોકરા-છોકરીને ધમકી આપી હતી. તેઓએ છોકરાના કપડાં ઉતારી દીધા, તેને શર્ટ અને બેલ્ટ વડે ઝાડ સાથે બાંધી દીધો. ત્યાર બાદ ત્રણેએ યુવતી પર ત્રાસ ગુજાર્યો હતો. બાંધેલા છોકરાને ત્રણેય દ્વારા માર મારવામાં આવ્યો હતો. પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે હૉસ્પિટલ જઇ આ ઘટનાની તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : પુણેમાં બાળકીઓ સાથે કુકર્મ: સ્કૂલ વૅનનો નરાધમ ડ્રાઇવર પકડાયો
પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. જોકે, આ ઘટના બાદ લોકોમાં એવી વાત ચાલી રહી છે કે બોપદેવ ઘાટ સુરક્ષિત નથી અને છેડતી, ત્રાસ, ચોરી અને ધાકધમકી જેવી ઘટનાઓ અહીં નિયમિતપણે બની રહી છે. બોપદેવ ઘાટમાં ફરવા આવતા યુવાનોને ધાકધમકી આપી લૂંટની ઘટનાઓ સતત બની રહી છે.
કોંધવા પોલીસે બોપદેવ ઘાટ પર હેલ્પ સેન્ટર બનાવ્યું છે, પણ પોલીસ અહીં નિયમિત રોકાતી નથી, એનો લાભ ગુનાખોરો ઉઠાવે છે. 2008ની વસતીના આધારે અહીં 140 પોલીસ કર્મચારી રાખવામાં આવ્યા છે, પણ ફાટફાટ થતી પુણેની વસતીના પ્રમાણમાં આ સંખ્યા ઘણી જ ઓછી છે.