પુણેમાં અનોખો વિરોધ: મહિન્દ્રા ‘થાર’ વારંવાર ખરાબ થતાં કંટાળીને ગધેડા દ્વારા ખેંચીને શોરૂમ પર લઈ ગયા, જુઓ વીડિયો

પુણેઃ આજકાલ નેતાઓ સરકાર સામે વિવિધ રૂપે વિરોધ પ્રદર્શન કરે છે પણ મહારાષ્ટ્રના પુણેમાં એક ખેડૂતે જે રીતે વિરોધ પ્રદર્શન કર્યું એ ખરેખર અનોખું છે. ખેડૂતે પોતાની મહિન્દ્રા થાર ગાડી ખરાબ થઇ જવાથી કંટાળીને એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં ખેડૂત ગધેડા દ્વારા થાર ખેંચીને જે શોરૂમમાંથી તે ખરીદી હતી તે શોરૂમ પાસે લાવીને ઉભી કરી દે છે. આ અનોખા પ્રદર્શનને જોવા માટે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.
આપણ વાચો: વંદે માતરમ: ભાજપનું અબુ આઝમીના ઘર બહાર વિરોધ પ્રદર્શન
આ ઘટના પુણે નજીકના પિંપરી ચિંચવડ વિસ્તારમાં બની હતી. અહેવાલો અનુસાર, ખેડૂત ગણેશ સાંગડ઼ેએ મહિન્દ્રા થાર ખરીદી હતી, પરંતુ ગાડીમાં વારંવાર સમસ્યાઓ આવતી હોવાથી તે હેરાન થઇ ગયો હતો.
વારંવાર કાર ખરાબ થયા પછી પણ શોરૂમવાળા દાદ આપતા નહીં હોવાથી તે ખૂબ કંટાળી ગયો હતો અને પછી તેણે પોતાની કાર ગધેડાઓ દ્વારા ખેંચીને શોરૂમ પાસે ઊભી કરી દીધી.
A man purchased a Thar few days ago, but it broke down soon after.
— Indian Gems (@IndianGems_) November 16, 2025
After his complaint was ignored, he used two donkeys to tow the vehicle to the dealership.
Spirit of this man pic.twitter.com/K18V4rFPBe
વીડિયોમાં જોઈ શકાય છે કે આ દરમિયાન ઢોલ પણ વગાડવામાં આવ્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘણા લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો પણ રેકોર્ડ કર્યા હતા. ગધેડાને દોરડાથી બાંધીને થારને ખેંચવામાં આવી હતી અને થારની ઉપર એક મોટું બેનર પણ લગાવવામાં આવ્યું હતું.
ખેડૂતના આ વિરોધ બાદ શોરૂમના માલિકો શરમમાં મુકાયા અને ત્યાર બાદ તેમણે કાર રિપેર કરવાનું વચન આપ્યું અને પોતાની ભૂલ પણ સ્વીકારી હતી. ગણેશ સાંગડ઼ેને વાહન યોગ્ય રીતે રિપેર થયા પછી જ તેમને પરત કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને ઘણા લોકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે.



