પુણે બસ રેપ કેસ: આરોપીને 26 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડી

પુણે: પુણેના સ્વારગેટ વિસ્તારના બસ રેપ કેસના આરોપીને રાજ્યની અદાલતે આજે 26 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી દત્તાત્રેય ગાડેએ 25 ફેબ્રુઆરીની વહેલી સવારે પુણેના સ્વારગેટ બસ ટર્મિનસ પર ઊભેલી રાજ્ય પરિવહન (એમએસઆરટીસી) બસની અંદર 26 વર્ષની મહિલા પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. 12 દિવસની પોલીસ કસ્ટડી બાદ ગાડેને આજે બપોરે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે તેની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરી બે દિવસની પોલીસ કસ્ટડીના અધિકાર જાળવી રાખ્યા હતા. અદાલતે ગાડેને 26 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.’
આપણ વાંચો: Pune Rape Case: પુણે રેપ કેસના આરોપીની ધરપકડ, પોલીસે શેરડીના ખેતરમાંથી પકડી પાડ્યો
પોલીસની જાણકારી અનુસાર પીડિતા 25 ફેબ્રુઆરીની વહેલી સવારે સ્વારગેટ બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહી હતી ત્યારે ગાડે બસ કંડકટરનો ડોળ કરી તેને બસમાં બેસાડવાની ઓફર કરી હતી.
ફરિયાદ મુજબ પીડિતા ગાડે સાથે બસમાં પ્રવેશી ત્યારે અંદર ઘોર અંધારું હતું. આરોપી બસની અંદર તેની પાછળ દાખલ થઇ બંને દરવાજા બંધ કરી તેના પર બળાત્કાર કર્યો હતો. (પીટીઆઈ)