પૂણેમાં ઓડી કાર ચાલકે મોટરસાઇકલ સવારને ૩ કિમી સુધી ઢસડ્યો ; ૩ની ધરપકડ | મુંબઈ સમાચાર

પૂણેમાં ઓડી કાર ચાલકે મોટરસાઇકલ સવારને ૩ કિમી સુધી ઢસડ્યો ; ૩ની ધરપકડ

પુણે: મહારાષ્ટ્રના પુણેમાં બોલાચાલી બાદ ઓડીના ડ્રાઈવરે કથિત રીતે એક મોટરસાઈકલ સવારને કારના બોનેટ પર ત્રણ કિમી સુધી ઢસડ્યો હતો.

રવિવારે સાંજે પિંપરી-ચિંચવડ ટાઉનશીપમાં બનેલી આ ઘટનાના કલાકો બાદ પોલીસે કાર ચાલક કમલેશ પાટીલ (૨૩), હેમંત મ્હાલસ્કર (૨૬) અને પ્રથમેશ દરાડે (૨૨)ની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : હાઈકોર્ટે પુણેમાં ‘Burger King’ના નામનો ઉપયોગ કરવા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો

નિગડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે,પીડિત ઝકેરિયા મેથ્યુ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે તેમના ટુ-વ્હીલરને બિજલીનગર વિસ્તારમાં બેફામ રીતે આવી રહેલી ઓડી કારે ટક્કર મારી હતી. તેમણે મોટરબાઈક પરથી નીચે ઉતરી કારમાં સવાર લોકો પાસે ગયા અને ખુલાસો માંગ્યો. જો કે, ત્રણેય આરોપીઓએ તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને તેમની સાથે મારપીટ પણ કરી હતી. કાર ચાલકે ફરિયાદી (મોટરસાયકલ સવાર)ને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેઓ બોનેટ પર પડી ગયા. ત્યારબાદ તેમને કથિત રીતે કારના બોનેટ પર ત્રણ કિમીથી વધુ ખેંચી ગયા અને ભાગી ગયા.”

મોટરસાઇકલ સવારની ફરિયાદના આધારે, ડ્રાઇવર સહિત કારમાં સવાર ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી, એમ તેમણે ઉમેર્યું હતું.

Back to top button