પુણે એરપોર્ટ પર 2.61 કરોડના મેથક્યુલોન ડ્રગ્સ સાથે પ્રવાસી પકડાયો

પુણે: પુણેના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ 2.61 કરોડ રૂપિયાના મેથક્યુલોન ડ્રગ્સ સાથે પ્રવાસીની ધરપકડ કરી હતી.
બેંગકોકથી એર એક્સપ્રેસ ફ્લાઇટમાં શુક્રવારે પુણે એરપોર્ટ આવેલા પ્રવાસીના સામાનની તલાશી લેવામાં આવતાં ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર 13.83 કરોડનો ગાંજો પકડાયો: બે પ્રવાસીની ધરપકડ
કસ્ટમ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એક પ્રવાસી પાસે ડ્રગ્સ હોવાની માહિતી મળ્યા બાદ એરપોર્ટ પર તેને આંતરવામાં આવ્યો હતો. તેના સામાનમાંથી મેથક્યુલોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 2.61 કરોડ રૂપિયા થાય છે.
ડ્રગ્સ જપ્ત કર્યા બાદ પ્રવાસી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ એક્ટ (એનડીપીએસ) હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવાસીએ ડ્રગ્સ બેંગકોકમાં કોની પાસેથી મેળવ્યું હતું અને તે પુણેમાં કઇ વ્યક્તિ સુધી પહોંચાડવાનો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે.