આમચી મુંબઈમહારાષ્ટ્ર

અમરાવતીમાં ભીષણ અકસ્માત, લોકોથી ભરેલી બસ 30 ફૂટ ઊંડી ખાઇમાં પડતા 3ના મોત, અનેક ઘાયલ

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આજે એટલે કે 23મી સપ્ટેમ્બરે એક મોટો અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. અમરાવતી જિલ્લાના સેમાદોહ પાસે એક ખાનગી ટ્રાવેલ કંપનીની બસ ઊંડી ખાઈમાં પડી જતાં 3 લોકોના મોત થયા છે અને 50 જેટલા લોકો ઘાયલ થયા હતા. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. ઘાયલ મુસાફરોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે NDRFની ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર હાજર છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના આજે સવારે લગભગ 8:30 વાગ્યે થઈ હતી. બસ ખૂબ જ તેજ ગતિએ જઈ રહી હતી, ત્યારે અમરાવતીથી ધારની તરફના માર્ગ પર ખાનગી બસના ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે આ અકસ્માત થયો હતો.

જાણવા મળ્યા મુજબ આ બસ ચાવલા ટ્રાવેલ્સની માલિકીની છે. આ ખાનગી બસ સોમવારે સવારે 6 કલાકે અમરાવતીથી ધારીની જવા નીકળી હતી.

મહારાષ્ટ્રમાં અકસ્માતનો બીજો કેસ બુલઢાણા જિલ્લામાંથી નોંધાયો છે. આ અકસ્માતમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાથી મોટો અકસ્માત સર્જાયો હતો. જેના કારણે બે મજૂરોના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રેક્ટર-ટ્રોલીમાં ‘કોંક્રીટ’ના થાંભલા રાખવામાં આવ્યા હતા અને તેના પર પાંચ વ્યક્તિઓ બેઠા હતા.

આ અકસ્માત બોરાખેડી-વડગાંવ રોડ પર રવિવારે બપોરે થયો હતો. ઘાયલ થયેલા ત્રણ લોકોમાં એક 22 વર્ષીય યુવાન પણ છે, જેણે હાલમાં અગ્નિવીરની ભરતી પરીક્ષા પાસ કરી છે.

આ પહેલા અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં આવો જ એક અકસ્માત થયો હતો. આ વર્ષે માર્ચ મહિનામાં અમરાવતીથી મેલઘાટ થઈને મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. વળાંકવાળા રોડ પર ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ખાડામાં પડી હતી.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…