મહારાષ્ટ્ર

‘પર્યટકોને પાછા લાવવામાં આવી રહ્યા છે એ સરકારની મોટી ભૂલ’

કાગળ પર રમત રમવાને બદલે સરકારે મજબૂત પગલાં લેવાની જરૂર: આંબેડકર

પુણે: પહલગામ હુમલાને ધ્યાનમાં લઇને સરકાર તરફથી ત્યાંના પર્યટકોને પાછા લાવવામાં આવી રહ્યા છે, તેના બદલે સરકારે પર્યટકોને સુરક્ષા પૂરી પાડવી જોઇએ, એમ વંચિત બહુજન આઘાડી (વીબીએ)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે શનિવારે જણાવ્યું હતું.

‘સરકાર આ ભૂલ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા પર્યટકો, જેઓ આતંકવાદીઓથી ગભરાઇ રહ્યા નથી, તેઓને સરકારે સહકાર આપવો જોઇએ, સુરક્ષા પૂરી પાડવી જોઇએ, નહીં કે તેમને પાછા લાવવા જોઇએ.

આપણ વાંચો: શરદ પવારે પહલગામ હુમલામાં માર્યા ગયેલા બે પુણેના રહેવાસીઓના પરિવારજનોને મળ્યા

પરિસ્થિતિ સામાન્ય થઇ જશે’, એમ ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર અને વીબીએના નેતા પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું. સરકારે પર્યટકોનો ખર્ચ ઉઠાવવો જોઇતો હતો, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

પહલગામ હુમલાના જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની સરકારને વિનંતી કરવા માટે બીજી મેના રોજ હસ્તાક્ષર ઝુંબેશ હાથ ધરવામાં આવશે, એવી જાહેરાત પણ આંબેડકરે કરી હતી.

સિંધુ જળ કરાર અંગે પ્રતિક્રિયા આપતા તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સિંધુ નદીનું પાણી અટકાવવામાં આવે તો તે પાણીનો સંગ્રહ કરવાની ભારતમાં વ્યવસ્થા છે? સરકારે ફક્ત કાગળ પર રમત રમવાને બદલે, કોઇ મજબૂત પગલાં લેવા જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button