ભાજપના પ્રધાનના નિકટવર્તી પ્રફુલ લોઢા વિરુદ્ધ પુણેમાં પણ બળાત્કારનો ગુનો નોંધાયો | મુંબઈ સમાચાર

ભાજપના પ્રધાનના નિકટવર્તી પ્રફુલ લોઢા વિરુદ્ધ પુણેમાં પણ બળાત્કારનો ગુનો નોંધાયો

પુણે: નોકરી અપાવવાની લાલચે બે સગીર છોકરીઓ સાથે વિનયભંગ અને એક મહિલા સાથે દુષ્કર્મના કેસમાં મુંબઈમાં ધરપકડ કરાયેલા ભાજપના પ્રધાનના નિકટવર્તી પ્રફુલ લોઢા વિરુદ્ધ હવે પુણેમાં પણ બળાત્કારનો ગુનો નોંધાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ જળગાંવના વતની લોઢા (62)એ 23 વર્ષની યુવતીને મે મહિનામાં પુણેની એક હોટેલમાં બોલાવી હતી. પતિને નોકરી અપાવવાની ખાતરી બતાવી લોઢાએ યુવતી પાસે જાતીય તરફેણની માગણી કરી હતી. યુવતીએ ઇનકાર કરતાં આરોપીએ કથિત ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આપણ વાંચો: યુવતી પર બળાત્કારના આરોપસર યુવાનની ધરપકડ

યુવતીની ફરિયાદને આધારે પિંપરી-ચિંચવડના બાવધન પોલીસ સ્ટેશનમાં 17 જુલાઈએ લોઢા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.
ભાજપના પ્રધાનનો નિકટવર્તી એવો લોઢા અમુક રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે.

મુંબઈની સાકીનાકા પોલીસે 16 વર્ષની બે છોકરીને બંધક બનાવી રાખી તેમની સાથે કથિત કુકર્મ કરવા બદલ આ જ મહિને લોઢાની ધરપકડ કરી હતી. બાદમાં એમઆઈડીસી પોલીસે મહિલા સાથે દુષ્કર્મના કેસમાં લોઢાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે લોઢાની જળગાંવ, જામનેર અને પાહુર સ્થિત મિલકતો પર સર્ચ હાથ ધરી હતી. લૅપટોપ, પેનડ્રાઈવ અને ઈલેક્ટ્રિકની અમુક વસ્તુઓ પોલીસે જપ્ત કરી હતી. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button