મહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપ છોડી શરદ પવાર સાથે જોડાયેલા રાજકારણીએ ઉમેદવારી નોંધાવી

મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખ જાહેર થયા પછી મહારાષ્ટ્રમાં એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવાની મોસમ ચાલુ છે, જેમાં સૌથી વધુ ફાયદો સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને થયો છે. એના જ ભાગ રુપે ભારતીય જનતા પક્ષ (ભાજપ) સાથે છેડો ફાડી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ – એનસીપી (શરદચંદ્ર પવાર) સાથે જોડાયેલા ધૈર્યશીલ મોહિતે – પાટીલએ મંગળવારે શરદ પવારના નેતૃત્વ હેઠળના પક્ષના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની માઢા લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી.

ભાજપ છોડ્યાના બે દિવસ પછી મોહિતે – પાટીલ રવિવારે એનસીપી (એસપી)માં જોડાયા હતા. તરત જ તેમને માઢા લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

આ બેઠક પર ગઈ ચૂંટણીમાં વિજય મેળવનારા ભાજપના સંસદસભ્ય રણજીત નાઈક – નિંબાળકરએ પણ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. મહારાષ્ટ્રની 48 બેઠકો માટે 19 એપ્રિલથી 20 મે દરમિયાન પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. માઢામાં 13મેના દિવસે મતદાન થવાનું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button