મહારાષ્ટ્ર

શિંદે અને ફડણવીસને મારી નાખવાની ધમકી આપનાર સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે ફરી એક વખત અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી આપનાર અજાણ્યા શખસો સામે મુંબઈ પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

27 ફેબ્રુઆરીએ એક વ્યક્તિએ ફેસબુક પર સીએમ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ઇન્ટરવ્યૂ દરમિયાન મારી નાખવાની વાત કહી હતી. યોગેશ સાવંત નામના એકાઉન્ટથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

થોડા દિવસ પહેલા સીએમ એકનાથ શિંદે અને તેમના દીકરા શ્રીકાંત શિંદેને પણ જીવે મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે કાર્યવાહી કરતાં મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી.

સીએમ શિંદેને પુણેમાં રહેતા 19 વર્ષના શુભમ વરકડ નામના એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતાં આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button