પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં કાર હંકારીરાહદારીઓને અડફેટમાં લીધા: છ જણ ઘાયલ

પુણે: પુણે જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં કાર હંકારીને રાહદારીઓને અડફેટમાં લેતાં છ જણ ઘાયલ થયા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રંજનગાંવ વિસ્તારમાં રવિવારે રાતે 11 વાગ્યે આ અકસ્માત થયો હતો.
પોલીસ કોન્સ્ટેબલ હેમંત ઇનામે રાતે ડ્યૂટી પતાવીને કારમાં ઘરે જવા માટે નીકળ્યો હતો. અધવચ્ચે અચાનક તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રાહદારીઓને અડફેટમાં લીધા બાદ તેની કાર બે મોટરસાઇકલ સાથે ટકરાઇ હતી.
કોન્સ્ટેબલ સાદાવેશમાં હતો અને ઘટના સમયે તે દારૂના નશામાં હોવાનું જણાયું હતું. અકસ્માત બાદ એ વિસ્તારના લોકોએ કોન્સ્ટેબલને પકડીને ઢોરમાર માર્યો હતો.
આ અકસ્માતમાં કોન્સ્ટેબલ સહિત છ જણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અકસ્માતને નજરે જોનાર સાક્ષીદારના નિવેદનને આધારે કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેના લોહીના નમૂના તપાસ માટે મોકલી દેવામાં આવ્યા હતા. (પીટીઆઇ)
આપણ વાંચો: મહારાષ્ટ્ર પર ફરી સંકટઃ આવતીકાલથી તોફાની વરસાદની આગાહી, જાણો મુંબઈનું હવામાન કેવું રહેશે