મહારાષ્ટ્ર

થાણેમાં પોડ ટેક્સીનું ટ્રાયલ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ઓટોમેટેડ પોડ ટેક્સી સિસ્ટમને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણના ભાગરૂપે ઘોડબંદર રોડ પર આવેલા ભાયંદર પાડા મેટ્રો સ્ટેશનથી થાણેના વિહંગ હિલ્સ સર્કલ સુધી પ્રાયોગિક ધોરણે દોડાવવામાં આવશે, એમ રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે શુક્રવારે કહ્યું હતું.

વાહનોની વધી રહેલી સંખ્યા અને થાણેમાં રસ્તાઓની મર્યાદિત જગ્યાને કારણે પોડ ટેક્સી અને રોપ-વે જેવા વૈકલ્પિક વાહન વ્યવસ્થાની વિચાર કરવાની આવશ્યકતા જણાઈ છે, એમ તેમણે કહ્યું હતું.

પોડ ટેક્સી અથવા તો પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ ડ્રાઈવર વગરના ઈલેક્ટ્રિક વાહનો છે, જેમાં પ્રવાસીને ચોક્કસ સ્થળો વચ્ચે ઝડપથી લઈ જવામાં આવે છે.

આપણ વાંચો: રાજ્યમાં ‘પોડ કાર પ્રોજેક્ટ’ની શરૂઆત મીરા-ભાયંદરથી કરાશેઃ સરનાઈકની જાહેરાત

આ પહેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના શહેરી વાહન વ્યવસ્થા માટે આધુનિક વિકલ્પો શોધવાના વિઝનને અનુરૂપ છે, એમ પણ સરનાઈકે વડોદરામાં પોડ ટેક્સી પ્રોજેક્ટની સાઈટની મુલાકાત વખતે જણાવ્યું હતું.

ઓટોમેટેડ પોડ ટેક્સીના પાઈલટ પ્રોજેક્ટને મુંબઈના બીકેસીમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આવી જ રીતે પાઈલટ પ્રોજેક્ટ મીરા-ભાઈંદરના જેપી ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી શિવાજી મહારાજના પૂતળા સુધી અને ભાયંદર પાડા મેટ્રો સ્ટેશનથી વિહંગ હિલ સર્કલ સુધી આયોજિત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button