… નાશિકમાં કાળારામ મંદિરમાં આ શું કરતાં જોવા મળ્યા પીએમ મોદી? વીડિયો જોશો ખુશ થઈ જશો!
નાશિકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના એક દિવસની મુલાકાતે આવ્યા છે અને તેમની આ મુલાકાતની શરૂઆત નાશિકથી થઈ હતી. દરમિયાન પીએમ મોદીનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ મંદિરમાં નીચે આસન પર બેસીને મંજીરા વગાડતાં જોવા મળી રહ્યા છે. લોકો પીએમ મોદીના આ સ્વીટ ગેસ્ચરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
વાત જાણે એમ છે કે આજે પીએમ મોદી એક દિવસ માટે મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે અને તેમણે નાશિકથી આ મુલાકાતની શરૂઆત કરી હતી. નાશિકમાં પીએમ મોદી સવારે સવાદસ વાગ્યાની આસપાસ કાળારામ મંદિરની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને અહીં લોકોએ પીએમ મોદીનું અત્યાર સુધી ક્યારેય ના જોયેલું સ્વરૂપ જોયું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરમાં કિર્તન કરીને મંજીરા વગાડતા વગાડતા રામભક્તિમાં લીન થઈ ગયા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ મંદિરમાં વિશેષ કિર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડા પ્રધાન મોદીએ તેમાં ભાગ લીધો હતો. તમામ ભક્તોની જેમ પીએમ મોદી પણ મંજીરા વગાડવામાં એકદમ મગન થઈ ગયા હતા. મંજીરા વગાડ્યા બાદ પીએમ મોદીએ મંદિરમાં મનોભાવે ભગવાનના દર્શન કર્યા હતા અને તેમણે એકાદ કલાક જેટલો સમય મંદિરમાં જ પસાર કર્યો હતો.
નાશિકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાશિકમાં એક રોડ શો પણ કર્યો હતો અને લોકોનું અભિવાદન કર્યું હતું.