પિતરાઇની પત્ની સાથે અનૈતિક સંબંધને લઇ નાના ભાઇએ કરી મોટા ભાઇની હત્યા | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

પિતરાઇની પત્ની સાથે અનૈતિક સંબંધને લઇ નાના ભાઇએ કરી મોટા ભાઇની હત્યા

થાણે: પિતરાઇની પત્ની સાથે અનૈતિક સંબંધને લઇ નાના ભાઇએ માથામાં પથ્થર ફટકારી મોટા ભાઇની હત્યા કરી હતી. પનવેલમાં કરંજાદે સેક્ટર-પાંચ ખાતે ગુરુવારે સાંજે આ ઘટના બની હતી, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3) પ્રશાંત મોહિતેએ કહ્યું હતું.

પોલીસના હેલ્પલાઇન નંબર 112 પર રાતે 8.37 વાગ્યે કૉલ આવ્યો હતો, જેમાં ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. આથી બીટ માર્શલ વિલાસ બિરાજી કારંડે અને રાજેન્દ્ર કૃષ્ણ કેની તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: અંધેરીમાં પિતા-દાદાનું ગળું ચીરી હત્યા કરી યુવક પોલીસને શરણે

ઘટનાસ્થળે મોટા ભાઇ દત્તુ કાળે (45)ના માથામાં પથ્થર ફટકારીને હત્યા કર્યા બાદ ત્યાંથી નાસી છૂટેલા નાગેશ કાળે (32)ને પોલીસે પકડી પાડ્યો હતો.

ડીસીપી મોહિતેએ જણાવ્યું હતું કે દત્તુ કાળેના તેના પિતરાઇની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા, જેને કારણે દત્તુ અને નાગેશ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ગુરુવારે સાંજે પણ તેમન વચ્ચે ઝઘડો થતાં નાગેશે તેના ભાઇની હત્યા કરી હતી.

પનવેલ શહેર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને નાગેશની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button