મહારાષ્ટ્ર

આ મારા માટે કેટલું અઘરું છે? સમર્થકની આત્મહત્યા બાદ Pankaja Mundeની ભાવુક પૉસ્ટ

બીડઃ લોકસભા ચૂંટણીમાં (Loksabha election results) ભાજપના પંકજા મુંડે (Pankaja Munde)ને શરદ પવારની એનસીપીના (Sharad Pawar NCP) ઉમેદવાર બજરંગ સોનવણેએ બીડ બેઠક પર હાર આપી છે. શરૂઆતથી જ એવી ચર્ચા હતી કે પંકજા મુંડેના કારણે બીડ જિલ્લામાં ચૂંટણી એકતરફી થશે, પરંતુ શરદ પવારે બીડ માટે બજરંગ સોનવણેને ઉમેદવાર બનાવ્યા હોવાથી આ ચૂંટણી રસપ્રદ બની હતી અને પરિણામમાં ભાજપના કેન્દ્રીય સચિવ પંકજા મુંડેએ હારનો સામનો કરવો પડ્યો હતો. 28 વર્ષ બાદ અહીં ભાજપના ઉમેદવારની હાર થઈ છે. આ હાર પચાવવાનું પંકજા અને મુંડે પરિવાર માટે તો અઘરું છે જ, પરંતુ તેમના સમર્થકો પણ હતાશ થયા છે. એક સમર્થકે હતાશામાં આત્મહત્યા કરી લેતા મામલો વધારે ગંભીર બની ગયો છે ત્યારે પંકજાએ પોતાના ચાહકો માટે એક ભાવુક પૉસ્ટ શેર કરી છે.

પંકજા મુંડેની હાર બાદ અંબાજોગાઈ તાલુકાના દિઘોલાંબાના શેરડીના મજૂર પાંડુરંગ રામભાઈ સોનવણેએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. પાંડુરંગ સોનવણેએ રવિવારે સવારે ખેતરમાં ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો. ચોંકાવનારી વાત એ છે કે પરિણામના દિવસે જ પાંડુરંગે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેને રોકી લેવાયો હતો ત્યારે પાંચ દિવસ બાદ તેણે આખરે જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બાદ પંકજા મુંડેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કાર્યકર્તા અને સમર્થકોને શાંત અને સકારાત્મક રહેવાની સલાહ આપી હતી.

તેણે લખ્યું છે કે જેને મારા પર પ્રેમ કે વિશ્વાસ નથી તે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. . હું લડી રહી છું. હું સંયમ રાખી રહી છું. તમારે પણ હકારાત્મક રહેવું અને ધીરજ રાખવી. શું તમને ખબર છે કે તમારું આ રીતે જીવ દઈ દેવાનું મારી માટે કેટલી કછિન સ્થિતિ બની જાય છે. મને ખૂબ જ દુઃખ થાય છે અને અપરાધ ભાવનાનો અનુભવ થાય છે. મેં હાર સ્વીકારી છે અને પચાવી છે તમે પણ સ્વીકારો. અંધારી રાત બાદ સોનેરી પ્રકાશ હોય છે, તમે મારા જીવનના પ્રકાશ છો. સકારાત્મક અને શાંત રહો.

આ પણ વાંચો : આ કારણે હારી પંકજા મુંડે, ભાજપે 28 વર્ષ બાદ બીડની બેઠકથી હાથ ધોવા પડ્યા

પાંડુરંગ પંકજાનો કટ્ટર સમર્થક હતો. મુંડેની હાર થતાં જ પાંડુરંગ સોનવણે દુઃખી થઈ ગયો અને તેણે આત્મહત્યા કરવાની ધમકી આપી, પરંતુ તે સમયે સરપંચ અને ગ્રામજનોએ તેને મનમાંથી આ વિચાર કાઢી નાખવા કહ્યું હતું. પરંતુ પાંચ દિવસ પછી સોનાવણેએ આત્યંતિક પગલું ભર્યું છે. તેના પરિવારમાં માતા-પિતા, પત્ની અને પુત્ર તેમજ પુત્રી છે.

આત્મહત્યા બેશક એકદમ ખોટું અને અસ્વીકાર્ય પગલું છે, પરંતુ આજના સમયમાં કોઈ રાજનેતા પ્રત્યે એટલો પ્રેમ હોય કે તેની ચૂંટણીમાં હાર પચી ન શકે અને આટલું માઠું લાગી આવે તે પણ જવલ્લે બનતી ઘટના છે. જોકે પોતાના રાજનેતા માટે આ રીતે જીવ આપી દેવો યોગ્ય નથ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button