મહારાષ્ટ્ર

સર્વધર્મીય કૂચઃ સંતોષ દેશમુખની દીકરી રડી પડી, અજિત પવારને કર્યાં ગંભીર સવાલ?

પુણે: ‘અજિતદાદા, તમારા વિધાનસભ્યને કારણે રાજ્યની નાલેશી થઈ રહી છે. તેમને ટેકો ન આપો, અમને ન્યાય આપો’ એવી માગણી દિવંગત સરપંચ સંતોષ દેશમુખની પુત્રી વૈભવી દેશમુખે કરી સવાલ કર્યા હતા કે ‘તેમના જેવા લોકોને કારણે અમારું જીવન મુશ્કેલ બન્યું છે. જે ખંડણી માટે મારા પિતાનો જીવ ગયો એ ખંડણી કોના માટે માંગવામાં આવી હતી?

મારા પિતાનો ગુનો શું હતો?’ મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના વિરોધમાં બારામતીમાં મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા સર્વધર્મીય કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંતોષ દેશમુખની પુત્રી વૈભવી રડી પડી હતી.

આ પણ વાંચો: બીડમાં સંતોષ દેશમુખની હત્યાના કિસ્સામાં મુખ્ય આરોપીએ કર્યું આત્મ સમર્પણ…

વૈભવીએ વધુમાં જણાવ્યું હતું કે ‘હું અજિત પવારને વિનંતી કરું છું કે મારા પિતાનું મૃત્યુ થયું છે અને અમે ન્યાય માંગીએ છીએ. શક્ય તેટલી વહેલી તકે અમને ન્યાય આપો. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરો. તમારા પક્ષના એક વિધાનસભ્યને કારણે રાજ્યની નાલેશી થઈ રહી છે. એમને કારણે અમારા જેવા સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે.’

સંતોષ દેશમુખની હત્યાના વિરોધમાં બારામતીમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. દેશમુખ પરિવારે પણ આ રેલીમાં સહભાગી થયો હતો. વૈભવી દેશમુખે એમ પણ જણાવ્યું હતું કે ‘મારા પિતા દલિત વ્યક્તિને બચાવવા ગયા ત્યારે તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. શું કોઈની મદદ કરવી એ ગુનો છે? મારે મારા પિતાનું મોઢું જોવું હતું. હું એમનો ચહેરો ન જોઈ શકી અને હવે ક્યારેય નહીં જોવા મળે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button