મહારાષ્ટ્ર
સ્ટીલ પ્લાન્ટમાં લોખંડનો સળિયો માથા પર પડતાં કામગારનું મૃત્યુ…

પાલઘર: પાલઘર જિલ્લામાં સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં લોખંડનો સળિયો માથા પર પડતાં 34 વર્ષના કામગારનું મૃત્યુ થયું હતું. બોઇસર વિસ્તારમાં આવેલા યુનિટમાં સોમવારે બપોરના આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા કામગારની ઓળખ પરેશ રમેશ રાઠોડ તરીકે થઇ હતી.
લોખંડનો સળિયો માથામાં વાગવાથી ગંભીર ઇજાને કારણે પરેશ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પરેશ રાઠોડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કયો હતો અને તપાસ આદરી હતી. એમ બોઇસર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુનીલ જાધવે જણાવ્યું હતું. (પીટીઆઇ)



