મહારાષ્ટ્ર
બીડમાં સરપંચની હત્યાનો કેસ: સર્વપક્ષી મોરચામાં બધા આરોપીની ધરપકડ કરવાની માગણી

પરભણી: બીડના મસ્સાજોગ ગામના સરપંચની કરવામાં આવેલી હત્યાના કેસમાં બધા જ આરોપીઓની ધરપકડ કરવામાં આવે, સંતોષ દેશમુખની હત્યાના કેસની તપાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરવામાં આવે અને કોઈપણ પ્રકારના રાજકીય દબાણ વખત ઊંડી તપાસ કરવામાં આવે એવી માગણી સાથે શનિવારે સર્વપક્ષી વિરોધ મોરચો કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બીડ સરપંચ હત્યા: આરોપીઓની ધરપકડની માગણી માટે ગ્રામજનોનું ‘જળ સમાધિ’ આંદોલન…
સત્તાધારી મહાયુતિના ઘટકપક્ષો ભાજપ અને એનસીપીના ઓછામાં ઓછા બે-બે વિધાનસભ્યો મોરચામાં સામેલ થયા હતા. આ મોરચામાં આરોપીઓ પર આકરો કાયદો એમસીઓસીએ લગાવવાની તેમ જ સંડોવાયેલા બધા જ લોકોની ધરપકડ કરવાની માગણી કરવામાં આવી છે.
વિપક્ષના કેટલાક નેતાઓએ એનસીપીના પ્રધાન ધનંજય મુંડેના રાજીનામાની માગણી કરી હતી.