ઔરંગઝેબ મુદ્દે બાબા રામદેવે કહ્યું આદર્શ માનનારા મૂરખાઓ છે…

મુંબઈઃ યોગ ગુરુ બાબા રામદેવને ઔરંગઝેબ બાબતે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમનું ખૂબ જ તીખી ભાષામાં નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમને આદર્શ માનનારા મૂરખાઓ છે. ઔરંગઝેબ અને તેનો પરિવાર તેમ જ બાબર અને અકબરે આખી જિંદગી ભારતમાં લૂંટ મચાવી હતી. આપણા રોલ મોડેલ તો છત્રપતિ શિવાજી મહારાજ જ છે.
અત્રે ઉલ્લખેનીય છે કે છાવા ફિલ્મ રિલીઝ થઇ ત્યારથી ઔરંગઝેબની ચર્ચા વધી ગઇ છે. હાલમાં જ સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમીને ઔરંગઝેબનાં વખાણ કરવા બદલ વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે રામદેવ બાબાએ ઔરંગઝેબને લૂંટારો કહ્યો છે. એ કેવી રીતે આપણો રોલ મોડેલ હોઇ શકે. જોકે આ પ્રહાર તેમણે સીધો અબુ આઝમી પર જ કર્યો હતો.
આપણ વાંચો: આઝમીની ઔરંગઝેબ સંબંધી ટિપ્પણી મહારાષ્ટ્રના ગૌરવનું અપમાન: શિવસેના
તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ નહોતા છોડ્યા. આ સમયે તેમની નીતિઓ પર પણ ટિપ્પણી કરીને તેમને પણ વખોડ્યા હતા. ટ્રમ્પે ટેરિફ આતંકવાદમાં એક નવું પગલું ભર્યું છે. તેમણે લોકશાહીને કચડી નાખી છે.
તેઓ વિશ્વ બેંકનું પણ સાંભળતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ડોલરના મૂલ્યમાં વધારો કરીને અને ગરીબ વિકાસશીલ દેશોના ચલણોના મૂલ્યમાં ઘટાડો કરીને એક પ્રકારનો આર્થિક આતંકવાદ ચલાવી રહ્યા છે.