મહારાષ્ટ્ર

શોકિંગઃ જાલનાની હોસ્પિટલમાં સગર્ભાના પેટ પર મેડિકલ જેલીના બદલે એસિડ લગાવ્યું

જાલના: જાલના જિલ્લાની સરકારી હોસ્પિટલમાં એક આશ્ર્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં સગર્ભા મહિલાના પેટ પર મેડિકલ જેલી લગાવવાના બદલે હાઇડ્રોલિક એસિડ લગાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ પ્રશાસન દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

જાલનાની ભોકરદનની સરકારી ગ્રામીણ હોસ્પિટલમાં બનેલી આ ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઇ હતી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આપણ વાંચો: સગર્ભા મહિલાનું મૃત્યુ: તપાસ સમિતિના અહેવાલમાં પુણેની હોસ્પિટલે અગાઉ ચુકવણીની માગણી કરીને ધોરણોનું ઉલ્લંઘન કર્યાનું તારણ

ખાપરખેડા ગામમાં રહેતી શીલા ભાલેરાવ પ્રસુતિ માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી ત્યારે નર્સે ભૂલમાં મેડિકલ જેલીના બદલે તેના પેટ પર હાઇડ્રોલિક એસિડનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં શીલા ગંભીર રીતે દાઝી ગઇ હતી અને તેના પેટ પર જખમ થઇ ગયું હતું. આટલી મોટી ભૂલ થવા છતાં શીલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સફાઇ કર્મચારી દ્વારા એસિડની બોટલ ભૂલમાં મેડિસિનની ટ્રેમાં મૂકી દેવામાં આવી હતી, એમ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જન ડો. આર. એસ. પાટીલે જણાવ્યું હતું કે બેદરકારીનો આ સૌથી ગંભીર કેસ છે. તેની વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને આ માટે જે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button