મતદાર યાદીની ક્ષતિઓ અંગે નીતિન ગડકરીએ આપ્યું મહત્ત્વનું નિવેદન

નાગપુર: અહીંની પાલિકાની ચૂંટણીમાં નીતિન ગડકરીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે ભાજપની જીતનો ભરોસો આપતા ચૂંટણી પ્રક્રિયા, મતદારની ક્ષતિઓ સુધારવા સહિત ઉમેદવારની સુરક્ષા અંગે મહત્વના નિવેદનો આપ્યા હતા.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરી ભાજપ સમગ્ર મહારાષ્ટ્રમાં પાલિકા ચૂંટણીમાં વિક્રમી વિજય મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુરુવારે નાગપુર સહિત રાજ્યની 29 પાલિકામાં મતદાન થયું હતું.
ગડકરી અને તેમના પરિવારના સભ્યોએ નાગપુરના મહલ વિસ્તારમાં આવેલી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં મતદાન કર્યું હતું. નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકોએ ભાજપને ત્રણ વાર ચૂંટી વિકાસ માટે કામ કરવાની તક આપી છે.
આપણ વાચો: બીએમસીની ચૂંટણી પર વર્ષા ગાયકવાડ અને શરદ પવારની ચર્ચા
છેલ્લી નાગપુર મહાનગરપાલિકા ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઓછી હોવા અંગેના પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે એ વાત સાચી છે કે મતદાર યાદીમાં નામોની સમસ્યા હતી. મતદારોની યાદી એવી રીતે તૈયાર કરવી જોઈએ, જેથી કોઈ પણ મતદાનથી વંચિત ન રહે. મને વિશ્વાસ છે કે ચૂંટણી પંચ આ મુદ્દાને ઉકેલવા માટે યોગ્ય પગલાં લેશે.
બુધવારે રાત્રે ભાજપના વોર્ડ નંબર 11ના ઉમેદવાર ભૂષણ શિંગણે પર થયેલા કથિત હુમલાને ગડકરીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી કહ્યું હતું કર કે તેઓ ઉમેદવારના ઘરે જશે. ચૂંટણી દરમિયાન વિચારધારામાં મતભેદ હોઈ શકે છે, પરંતુ મહારાષ્ટ્ર અને નાગપુરમાં ચૂંટણી પૂર્ણ થયા પછી તમામ પક્ષો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાની પરંપરા છે.
આપણ વાચો: બીએમસીની ચૂંટણી પહેલા મુંબઈમાં કેમ લાગ્યા છે યોગી આદિત્યનાથના પોસ્ટર
ભાજપના શહેર પ્રમુખ દયાશંકર તિવારીએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો વાતાવરણને બગાડવાનો અને પૈસા વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જાણ્યા પછી શિંગણે બુધવારે ગોરેવાડા વિસ્તારમાં ગયા હતા. શિંગણે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમના પર 100 થી વધુ લોકોના જૂથે હુમલો કરતા તેમને ઈજા થઈ હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે, એક વ્યક્તિ અને અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેની ઓળખ હજુ સુધી થઈ નથી.
(પીટીઆઈ)



