મહારાષ્ટ્ર

Good News: આખરે, શિરડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગ શરૂ

રાહતા: બે વર્ષ રાહ જોયા બાદ ગુડી પડવાના તહેવારના દિવસે રાત્રે શિરડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગ શરૂ થયું. ૩૦ માર્ચે હૈદરાબાદથી ૫૬ મુસાફરોને લઈને ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટ રાત્રે ૯.૩૦ વાગ્યે શિરડી એરપોર્ટ પર ઉતરી હતી અને રાત્રે ૯:૫૦ વાગ્યે, ૭૫ મુસાફરોને લઈને એક વિમાને શિરડી એરપોર્ટથી હૈદરાબાદ જવા માટે ઉડાન ભરી.

આ એરપોર્ટ પર આવનારા મુસાફરોનું સ્વાગત પૂર્વ મુખ્યપ્રધાન ડૉ. સુજય વિખે અને અધિકારીઓએ કેક કાપીને અને એકબીજાને કેક ખવડાવીને કર્યું હતું. રાત્રિ ફ્લાઇટ્સ દ્વારા આવતા અને જતા મુસાફરોનું સ્વાગત કરવા માટે એરપોર્ટ વહીવટીતંત્રે એરપોર્ટને આકર્ષક લાઇટિંગ અને ફુગ્ગાઓથી શણગાર્યું હતું.

આ પણ વાંચો: શિરડીમાં ભક્તોને લૂંટનારા સામે સરકારની મોટી કાર્યવાહીઃ ત્રણ દુકાનને સીલ કરાઈ

સાંઈ ભક્તો છેલ્લા આઠ વર્ષથી નાઇટ લેન્ડિંગની રાહ જોઈ રહ્યા છે. હાલમાં, દિવસ દરમિયાન આ એરપોર્ટ પર ૮ ફ્લાઇટ્સ આવે છે અને ૮ ઉડાન ભરે છે. મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ નાઇટ લેન્ડિંગ માટે જરૂરી તમામ કામગીરી પૂર્ણ કરી કેન્દ્ર પાસેથી પરવાનગી માંગી હતી.

કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ૨૩ ફેબ્રુઆરીના રોજ નાઇટ લેન્ડિંગ માટે પરવાનગી આપી હતી. આમ શિરડી આંતરરાષ્ટ્રીય વિમાનમથકે નાઇટ લેન્ડિંગ શરૂ કરીને વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ મેળવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button