હત્યાના કેસમાં નેપાળના સિક્યોરિટી ગાર્ડને જનમટીપની સજા

મુંબઈઃ થાણેની સેશન્સ કોર્ટે નેપાળના રહેવાસી 48 વર્ષીય સિક્યોરિટી ગાર્ડને 2021માં તેના એક સંબંધીની હત્યા પ્રકરણે જનમટીપની સજા સંભળાવી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે આરોપી ઇદ્રામોહન ભારમલ બુધાને જનમટીપની સજા સાથે 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આરોપી અને પીડિત વ્યક્તિ બન્ને નેપાળના એક ગામના રહેવાસી હોવાનું તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું. કોર્ટના ચુકાદાની નકલ આજે પ્રાપ્ત થઇ હતી.
આપણ વાંચો: મહિલાની હત્યા બાદ તેના મૃતદેહને સળગાવી દેનારા ચાર જણને આજીવન કારાવાસ
દંડની રકમ પીડિચ પદમ બહાદૂર થકુલા (45)ની વિધવા પત્નીને આપવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. થકુલા અને બુધા બન્ને સંબંધી હતી અને પીડિત પણ સિક્યોરિટી ગાર્ડ તરીકે કાર્યરત હતો, એમ સરકારી વકીલે જણાવ્યું હતું.
22મી ઓક્ટોબર, 2021ના બુધા થાણેમાં રહેતા તેના સંબંધી થકુલાના ઘરે રાત્રે ગયો હતો અને જમવાનું આપવાની માગણી કરી હતી. તેણે રાત્રે ત્યાં જ રોકાવાની માગણી પણ કરી હતી, પરંતુ થકુલા અને તેની પત્નીએ તેને રાત્રે જ ભગાડી દીધો હતો. બીજા દિવસે બુધા થકુલાના ઘરે આવીને તેના પર ચાકુથી હુમલો કર્યો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું. સુનાવણી દરમિયાન કુલ 17 સાક્ષીની જુબાની નોંધવામાં આવી હતી.