આમચી મુંબઈમહારાષ્ટ્ર

નહેરુએ શિવાજી મહારાજના કરેલા અપમાન માટે માફી માંગો: ફડણવીસ

થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ છત્રપતિ શિવાજી મહારાજના કરેલા અપમાન માટે માફી માગવા જણાવ્યું હતું.

રાહુલ ગાંધી શનિવારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવા કોલ્હાપુરમાં આવ્યા હતા. તેઓ હવે શિવાજી મહારાજને યાદ કરી રહ્યા છે, પરંતુ તેમણે પહેલાં નહેરુ દ્વારા તેમના પુસ્તકમાં શિવાજી મહારાજનું જે અપમાન કર્યું હતું તેના માટે માફી માંગવી જોઈએ, એમ ફડણવીસે કહ્યું હતું.

આ પણ વાંચો: શું અડધી રાતે સંજય રાઉત નડ્ડાને અને ઉદ્ધવ ઠાકરે ફડણવીસને મળ્યા હતા?

અગાઉના રાહુલ ગાંધીએ પશ્ચીમ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપકની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
આ બીજી વખત છે જ્યારે ફડણવીસે નહેરુ પર શિવાજી મહારાજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એવો દાવો કર્યો હતો કે નહેરુએ તેમના પુસ્તક ‘ધ ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’માં શિવાજી મહારાજને ‘નબળા’ ચિતર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કર્યાના લગભગ આઠ મહિના પછી, સિંધુદુર્ગ જિલ્લામાં શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી તેની સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે ભાજપના નેતાએ સૌપ્રથમ આ મુદ્દા પર નેહરુને નિશાન બનાવ્યા હતા.

આ પણ વાંચો: લવ જેહાદની 1 લાખથી વધુ ફરિયાદો; 14 લોકસભા બેઠકો વોટ જેહાદ: ફડણવીસ

બીજી તરફ કોંગ્રેસે ફડણવીસ પર ખોટા નિવેદનો ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ફડણવીસે પુસ્તક વાંચીને જવાબ આપવો જોઈએ. નેહરુએ તેમની પ્રથમ આવૃત્તિમાં સુધારો કર્યો હતો અને 1936માં ઈતિહાસકારોને પત્ર લખીને જરૂરી સુધારા કરવા માટે તેમને ઇનપુટ્સ મોકલ્યા હતા. તેઓ એક બૌદ્ધિક દિગ્ગજ હતા અને તેમણે સ્વીકાર્યું હતું કે પ્રથમ આવૃત્તિ તેઓ જેલમાં હતા ત્યારે લખવામાં આવી હતી અને તેમની પાસે સંદર્ભ સામગ્રીની કોઈ ઍક્સેસ નહોતી, એમ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button