બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર: નવનીત રાણાએ બાંગ્લાદેશી ખેલાડીઓના ભારતમાં પ્રવેશનો કર્યો વિરોધ

મુંબઈઃ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓના વિરોધમાં ભારતના લોકોમાં બાંગ્લાદેશ સામે ગુસ્સો છે, ભારતના વિવિધ શહેરોમાં લોકો બાંગ્લાદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
ભારતમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે બીસીસીઆઈએ આઇપીએલ ટીમ કેકેઆરને બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહમાનને તેની ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે ક્રિકેટ બોર્ડના નિર્ણય પર ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નાં નેતા નવનીત રાણાની પ્રતિક્રિયા સામે આવી છે.
આપણ વાચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર મુદ્દે મોરારી બાપુએ આપ્યું મહત્વનું નિવેદન, હિંદુ હોવાનું…
નવનીત રાણાએ કહ્યું હતું કે કોઈ પણ બાંગ્લાદેશી ક્રિકેટરે ભારતમાં રમવું જોઈએ નહીં કે આપણી કોઈ પણ ક્રિકેટ મેચ કે લીગમાં ભાગ લેવો જોઈએ નહીં. બાંગ્લાદેશ તેના દેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવી રહ્યું છે, તેથી ભારતમાં કોઈ પણ ક્રિકેટર કે ફિલ્મ સેલિબ્રિટીઝનું પણ સ્વાગત કરવું જોઈએ નહીં.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝી કેકેઆરને તેમના એક બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહમાનને તેમની ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. ક્રિકેટ બોર્ડે એ પણ જણાવ્યું છે કે જો કેકેઆર રિપ્લેસમેન્ટ કરવા માંગતું હોય, તો બોર્ડ તેમ કરવાની પરવાનગી પણ આપશે.



