મહારાષ્ટ્ર
નવી મુંબઈમાં સગીરાએ 10મા માળેથી લગાવી મોતની છલાંગ

થાણે: નવી મુંબઈના સીવૂડ વિસ્તારમાં પંદર વર્ષની સગીરાએ ઇમારતના 10મા માળના ફ્લેટમાંથી ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો. એનઆરઆઇ સાગરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સાંજના ચાર વાગ્યાની આસપાસ બની હતી.
સગીરા લોહીલુહાણ હાલતમાં મળી આવતાં તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી.
આપણ વાંચો: કડીમાં વ્યાજખોરોના ત્રાસથી પતિ-પત્ની અને બાળકે જીવન ટૂંકાવ્યું; પોલીને મળી સ્યુસાઇડ નોટ
સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સૂસાઇડ નોટ મળી આવી ન હોવાથી સગીરાએ ભરેલા અંતિમ પગલા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. (પીટીઆઇ)