મહારાષ્ટ્ર

નવી મુંબઈમાં 12 વર્ષની છોકરીની હત્યા: સગીરને તાબામાં લેવાયો

થાણે: નવી મુંબઈમાં 12 વર્ષની છોકરીની હત્યા કરવાના આરોપસર 17 વર્ષના સગીરને તાબામાં લેવાયો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તુર્ભે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આબાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે છોકરી શુક્રવારે રાતે ટેકરીની તળેટીમાં ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. છોકરીને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કરી હતી.

શિરાવણે એમઆઇડીસી વિસ્તારમાં રહેતી છોકરી એ જ દિવસે ગુમ થતાં તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે અપહરણનો ગુનો દાખલ કરાયો હતો. દરમિયાન છોકરીના મૃત્યુ બાદ પોલીસે હત્યાની કલમ 103 (2) ઉમેરી હતી અને ગુનામાં સામેલ આરોપીની શોધ આદરી હતી.

આપણ વાંચો: કાશ્મીરમાં વધુ એક નાગરિકની હત્યાઃ આતંકવાદીએ સામાજિક કાર્યકરને બનાવ્યો નિશાન

પોલીસે મળેલી માહિતીને આધારે 17 વર્ષના સગીરને તાબામાં લીધો હતો, જે છેલ્લા બાળકી સાથે નજરે પડ્યો હતો. પૂછપરછમાં સગીરે ગુનાની કબૂલાત કરી હતી.

પોલીસના કહેવા મુજબ સેલ્ફી લેવાને બહાને છોકરીને આરોપી ટેકરીની તળેટીમાં એકાંત જગ્યાએ લઇ ગયો હતો, જ્યાં અગાઉના ઝઘડાને લઇ તેણે ગુસ્સામાં છોકરી પર હુમલો કર્યો હતો અને તેના માથામાં મોટો પથ્થર ઝીંકી દીધો હતો.

હુમલા બાદ આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આરોપીને પકડી પાડવામાં આવ્યા બાદ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરાયો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button