મહારાષ્ટ્ર

નાશિકના કાંદા વેપારીઓની હડતાળ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંત્રાલયમાં બેઠક કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નાશિક જિલ્લાના કાંદાના વેપારીઓની સમસ્યા પર કેન્દ્ર સરકારના સહકારથી માર્ગ કાઢવામાં આવશે, એવી ખાતરી આપતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કાંદાના મુદ્દે મંત્રાલયમાં આયોજિત બેઠકમાંથી જ કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલને ફોન લગાવ્યો હતો.


બીજી તરફ પિયુષ ગોયલે પણ તત્કાળ પ્રતિસાદ આપતાં સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં તાકીદે બેઠક કરીને આ પ્રશ્ર્નોનું નિરાકરણ કાઢવાની ખાતરી આપી હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કાંદાના વેપારીઓની સમસ્યા પર તાકીદે ધ્યાન આપીને જે રીતે બેઠક કરી તે અંગે કાંદા વ્યાપારીઓના સંગઠન દ્વારા સંતુષ્ટી વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ અજિત પવારે કાંદાના વેપારીઓને લિલામ તત્કાળ ચાલુ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વમાં મંત્રાલયમાં થયેલી બેઠકમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ ઝિરવાળ, અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળ, સાર્વજનિક બાંધકામ ખાતા (સાર્વજનિક ઉપક્રમ)ના પ્રધાન દાદાજી ભૂસે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના પ્રધાન અબ્દુલ સત્તાર, રાજ્યના મુખ્ય સચિવ નીતિન કરીર અને અન્ય અમલદારો હાજર રહ્યા હતા.


કાંદાના ખેડૂતોને કોઈપણ પ્રકારે નુકસાન થાય નહીં તે માટે રાજ્ય સરકારના માધ્યમથી પ્રયાસ કરવામાં આવશે એમ જણાવતાં અજિત પવારે કહ્યું હતું કે દેશમાં કાંદાના દર નિયંત્રણમાં રહે તે માટે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવી છે. આને કારણે ખેડૂતોને નુકસાન ન થાય તે માટે કેન્દ્ર સરકારે રૂ. 2,410 પ્રતિ ક્વિન્ટલ દરે નાફેડ અને એનસીસીએફના માધ્યમથી બે લાખ ટન કાંદાની ખરીદીનો નિર્ણય લીધો હતો.


બંને એજન્સી દ્વારા ઘણા ઓછા કાંદાની ખરીદી કરવામાં આવી હતી અને 10 સપ્ટેમ્બરે ખરીદીની મુદત પૂરી થઈ ગઈ છે. આ બધાની વચ્ચે નાશિકના વેપારીઓએ લિલામ બંધ પાડ્યું હોવાથી ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોનું નુકસાન ન થાય તે માટે વેપારીઓએ કાંદાની ખરીદી ફરી ચાલુ કરવી એવી અપીલ અજિત પવારે કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત