ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી પડી પહેલી વિકેટઃ નાના પટોલેની કરી વિદાય, આ નેતાને મળ્યું સુકાન

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ને બહુમતી નહીં મળવાને કારણે પક્ષોમાં આંતરિક મતભેદો શરુ થયા પછી કોંગ્રેસમાં પણ અસંતોષ વધ્યો હતો, તેમાંય વળી મહારાષ્ટ્રના રોજ નવાજૂની થવાના એંધાણ વચ્ચે આજે મહારાષ્ટ્ર કોંગ્રેસ માટે સૌથી મોટો નિર્ણય લઈને ચોંકાવી નાખ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ આજે પ્રદેશપ્રમુખ તરીકે નાના પટોલેને હટાવીને હર્ષવર્ધન વસંતરાવ સપકાળને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસમાં કકળાટઃ વિધાનસભ્ય અને સાંસદોના સમર્થકો વચ્ચે બબાલ..

ગયા વર્ષના અંતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નાના પટોલેના નેતૃત્વમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટીએ માત્ર 16 વિધાનસભા બેઠક જીતી હતી. ત્યાર પછી કોંગ્રેસમાં પટોલેના નેતૃત્વ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. જોકે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 48 લોકસભા સીટમાંથી 13 સીટ જીતવામાં સફળ રહી હતી. આ પછી એવું લાગતું હતું કે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો દેખાવ વધુ સુધરશે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું, તેથી નાના પટોલેની વિદાય કરી છે અને નવી નિમણૂક કરી છે.

કોણ છે હર્ષવર્ધન સપકાળ?

હર્ષવર્ધન સપકાલ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તેમને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે મીનાક્ષી નટરાજનની જગ્યા લીધી હતી. હર્ષવર્ધન સપકાળ 2024ની વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની બુલઢાણા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હર્ષવર્ધન સપકાળ 2019માં ચૂંટણી હારી ગયા હતા. 2024ની વિધાનસભાની ચૂંટણીમાં આ સીટ ઉદ્ધવ ઠાકરે જૂથના ક્વોટામાં ગઈ હતી. શિવસેના શિંદે જૂથના સંજય ગાયકવાડ હાલમાં અહીંથી ધારાસભ્ય છે.

22 માર્ચ 2017ના રોજ રાજ્યના બજેટ સત્ર દરમિયાન મહારાષ્ટ્રના નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારને વિક્ષેપિત કરવા અને ચાર દિવસ અગાઉ વિધાનસભાની બહાર બજેટની નકલો સળગાવવા બદલ સપકાળને અન્ય 18 ધારાસભ્ય સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હર્ષવર્ધન વસંતરાવ સપકાળ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી આવે છે. તેમણે બીકોમ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button