રાજ્યની 394 નગર પરિષદો, નગર પંચાયતોમાં નમો ઉદ્યાન વિકસાવવામાં આવશે | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

રાજ્યની 394 નગર પરિષદો, નગર પંચાયતોમાં નમો ઉદ્યાન વિકસાવવામાં આવશે

દરેક ઉદ્યાન માટે 1 કરોડ રૂપિયાનું ભંડોળ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એકનાથ શિંદેની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
રાજ્યની તમામ નગર પરિષદો અને નગર પંચાયતોમાં અનોખી અને નવતર પાર્ક વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ માટે એક કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપતાં, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવી જાહેરાત કરી હતી કે આ ઉદ્યાનોનું નામ ‘નમો ઉદ્યાન’ રાખવામાં આવશે. આ નિર્ણય સાથે, એક વર્ષમાં રાજ્યની કુલ 394 નગર પરિષદો અને નગર પંચાયતોમાં નમો ઉદ્યાન વિકસાવવામાં આવશે.

શિંદેએ એમ પણ જણાવ્યું હતું કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મહારાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલી આ ભેટ છે.

આ પણ વાંચો : મહાયુતીમાં અસંતોષઃ મોદીની મુંબઈ મુલાકાત બની રહેશે મહત્વની, વિધાનસભ્યોની વાત સાંભળશે પીએમ…

આ નવા વિકસિત ઉદ્યાનો માટે વિભાગીય સ્તરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ દ્વારા દરેક વિભાગમાંથી 3 નગર પરિષદો/નગર પંચાયતોને ઇનામો આપવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે.

નમો ઉદ્યાન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારા ઇનામો સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને જાહેર કરવામાં આવશે.

પ્રથમ સ્થાન માટે રૂ. પાંચ કરોડ, બીજા સ્થાન માટે રૂ. ત્રણ કરોડ અને ત્રીજા સ્થાન માટે રૂ. એક કરોડની ઇનામી રકમ વિજેતા નગર પરિષદો અને નગર પંચાયતોને વધારાના વિકાસ ભંડોળ તરીકે આપવામાં આવશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button