નાગપુર હિંસા મુદ્દે હવે પોલીસે આપ્યું મહત્ત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી ઔરંગઝેબની કબરને હટાવવાના મુદ્દે અનેક ઉગ્ર નિવેદનો થઇ રહ્યાં છે ત્યારે સોમવારે શિવજયંતીના દિને થયેલી હિંસા બાદ તોફાન ઉપરાજધાની નાગપુરમાં તોફાન વધતું ચાલ્યું છે. એવામાં હિંસા પૂર્વનિયોજિત હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે કરેલી તપાસમાં પણ એવું જ બહાર આવ્યું છે.
પોલીસે હિંસા પ્રકરણમાં અત્યાર સુધી 51 જણનાં નામ ગુનામાં નોંધ્યાં છે. તેઓનાં સરનામાં પણ મેળવવામાં આવ્યાં છે. પોલીસે જ્યારે તપાસ કરી તો એ તમામ લોકો મધ્ય નાગપુરના છે જ નહીં.
આ પણ વાંચો: ગુપ્તચર નિષ્ફળતાને કારણે નાગપુરમાં હિંસા: વિપક્ષે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે રાતે મધ્ય નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આમાંના 24 આરોપી બહારના હોવાનું બહાર આવ્યું હતું. તો પછી શું તેઓ ખાસ હિંસા માટે જ અહીં આવ્યા હતા કે પછી હિંસા ભડકાવવા માટે આવ્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગુનામાં નામ આપવામાં આવેલા 24 લોકો હિંસાગ્રસ્ત વિસ્તારોથી ઘણા કિલોમીટર દૂર રહે છે. આ બધા સોમવારે મધ્ય નાગપુરમાં હિંસા કરવા આવ્યા હતા અને પોલીસે તપાસ શરૂ કરી છે. હિંસા ફાટી નીકળેલા વિસ્તારની ચારેય બાજુ પારડી, ઉમરેડ રોડ, યશોધરા નગર, વાઠોડા, ટેક નાકા, જાફર નગર, તાસબાગ છે. તેથી, પ્રશ્ન એ રહે છે કે શું મધ્ય નાગપુરમાં હિંસા કરવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
હિંસાગ્રસ્ત વિસ્તારના વિધાનસભ્ય પ્રવીણ દટકેએ આ કેસમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે હિંસા બહારના લોકો દ્વારા કરવામાં આવી હતી. પોલીસ એફઆઈઆરમાં આરોપીઓનાં સરનામાં જોતાં દટકેના આરોપો સાચા લાગે છે.