મહારાષ્ટ્ર

કાળઝાળ ગરમીથી લોકોને બચાવવા નાગપુર પાલિકાએ અપનાવ્યો ‘આ’ નુસખો

નાગપુર: દેશના ઘણા વિસ્તારમાં કાળઝાળ ગરમી પડવાની ચાલુ થઇ ગઈ છે. નાગપુર સહિત આખા વિદર્ભમાં ગરમીનો પારો ઉચકાયો છે, ત્યારે લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે. આકરી ગરમીથી બચાવવા માટે નાગપુર મહાનગરપાલિકા નવી જ પહેલ શરૂ કરી છે, જેમાં સિગ્નલ પર વાહનચાલકોને તડકામાં ઊભા રહેવું પડે નહીં તેના માટે સિગ્નલ પર ગ્રીન કલરની નેટ લગાડવામાં આવી છે.

શરૂઆતમાં પ્રયોગ ખાતર માત્ર નવ સિગ્નલ પર જ ગ્રીન નેટ લગાડવામાં આવી હતી કે જેને હિસાબે સ્કૂટરચાલકોને ગરમી/હીટવેવનો સામનો ન કરવો પડે. વિદર્ભમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સસિયસ ચડતાં જ શહેરની રિઝર્વ બેન્કના સિગ્નલ પર તાત્કાલિક રૂપે ‘ગ્રીન નેટ’ લગાડવામાં આવી છે.

આ પણ વાંચો: આ કારણે એક્સપર્ટ પાસેથી કાર ડ્રાઈવિંગ શિખોઃ નાગપુરના ત્રણ મિત્રોનો કિસ્સો યુવાનીયાઓની આંખો ખોલે તો સારું…

આકરી ગરમીમાં સ્કૂટરચાલકો સિગ્નલ પર ઉભા રહેવાનું ટાળે છે. જો દરૅક સિગ્નલ પર ગ્રીન નેટ નાખવામાં આવે તો લોકોને ગરમીમાંથી રાહત મળશે અને કોઈ સિગ્નલનું ઉલ્લંઘન પણ નહિ કરે. નાગપુરવાસીઓએ આ વ્યવસ્થા હસ્તે મોંઢે સ્વીકારી છે અને પાલિકાને અનુરોધ કર્યો છે કે આ સુવિધાનો લાભ આખા નાગપુરને મળી શકે.

નાગપુર અને વિદર્ભમાં વાતાવરણ ક્યારે બદલાઈ જાય તેની ખાતરી હોતી નથી. ક્યારેક કાળજાળ ગરમી તો ક્યારે કે વરસાદ .હવામાન વિભાગે નાગપુરના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને લીધે ખેડૂતોના પાક પર ખરાબ અસર થઇ શકે. વિદર્ભમાં ચક્રવાતી પવનોની પણ આગાહી છે કે જે બંગાળની ખાડીમાંથી ભેજને શોષી લે છે જેને લીધે અમુક વિસ્તારમાં વરસાદની આગાહી પણ છે તો ઘણા વિસ્તરામાં ભારે પવન ફૂંકવાનો છે અને વીજળી ત્રાટકવાની આગાહી પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button