મહારાષ્ટ્ર

નાગપુરમાં નકલી દવાઓનું રેકેટ: ઉત્તર પ્રદેશથી આરોપી પકડાયો

નાગપુર: નાગપુર જિલ્લામાં માર્ચ, 2023માં નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ કરનારી પોલીસે આ પ્રકરણે તાજેતરમાં ઉત્તર પ્રદેશથી શખસની ધરપકડ કરી હતી.

નાગપુરના કલમેશ્ર્વર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઉત્તર પ્રદેશના સહારનપુરથી રમન વિજય તનેજાને કસ્ટડીમાં લીધો હતો.

માર્ચ, 2023માં એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન)ની ટીમે કલમેશ્ર્વર તહેસીલમાં રાજ્ય સંચાલિત હોસ્પિટલમાંથી ‘સિપ્રોફ્લોક્સેસીન’ ટેબ્લેટ્સના નમૂના લીધા હતા અને તેને તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલ્યા હતા.

તેનો અહેવાલ ડિસેમ્બર, 2023માં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ટેબ્લેટ્સનું કોઇ ઔષધીય મૂલ્ય નહોતું, કારણ કે તેમાં સિપ્રોફ્લોક્સોસીનના કોઇ અંશ નહોતો, જેને બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવાર માટે સૂચવવામાં આવે છે.

આ પણ વાંચો : ૨૦,000 કરોડના Bank Loan Fraud કેસ: દિલ્હી, મુંબઇ અને નાગપુરમાં EDના દરોડા

આ ટેબ્લેટ્સ નાગપુરની ઇન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મારફત સપ્લાય કરવામાં આવતી હોવાથી એફડીએના અધિકારીઓએ હોસ્પિટલના સ્ટોરમાં રેઇડ પાડી હતી અને એ જ બ્રાન્ડની 21,600 ટેબ્લેટ્સ જપ્ત કરી હતી.

પોલીસે આ પ્રકરણે ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જેમાં થાણેના રહેવાસી અને મુખ્ય આરોપી વિજય શૈલેન્દ્ર ચૌધરી, લાતુરના હેમંત ધોંડીબા મુળે અને ભિવંડીના મિહિર ત્રિવેદીનો સમાવેશ છે. તપાસ દરમિયાન રમન તનેજાનું નામ સામે આવ્યું હતું. પોલીસે અગાઉ ચૌધરીની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button